Skip to main content

કબુતરબાજી કેસમાં મોટો ખુલાસો, મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ એજન્ટોએ પેસેન્જરો પાસે કરાવ્યું આ કામ


<p><strong>Gujarat Samachar:</strong> કબુતરબાજી કેસમાં તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. એજન્ટોએ ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ આવતા તમામ પેસેન્જરોના મોબાઇલમાંથી વોટ્સએપમાંથી તમામ ડેટા ડીલીટ કરાવી દીધાનો ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે. ગુજરાતના પેસેન્જરોની તપાસ કરી રહેલી અધિકારીઓને જાણવા મળ્યું કે એજન્ટોએ પોલીસથી બચવા માટે જ્યારે વિમાન મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે એજન્ટોએ તમામ પેસેન્જરોને પોલીસ કેસમાં ફસાઇ જવાનો ડર બતાવીને વોટ્સએપમાંથી કબુતરબાજીને લગતી તમામ ચેટ ડીલીટ કરાવી દીધી હતી.</p> <p>જે ડેટા રીકવર કરવા માટે તમામ મોબાઇલ ફોન જપ્ત કરીને ફોરેન્સીક એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. એજન્ટો પેસેન્જરોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા અગાઉ સેન્ટ્રલ અમેરિકાનો રૂટ પંસદ કરતા હતા. પરંતુ, સેન્ટ્રલ અમેરિકામાં વિઝા ઓન અરાઇવલ સુવિદ્યા બંધ કરવામાં આવતા એજન્ટોએ નિકારાગુઆનો રૂટ શરૂ કર્યો હતો. ગુજરાતમાંથી ૬૬ લોકો સહિત પંજાબ તેમજ અન્ય રાજ્યોના મળીને કુલ ૨૭૬ મુસાફરોને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી લિજેન્ડ એરલાઇનની ફ્લાઇટમાં ઝડપી લીધા હતા. જે બાદ તમામને ડીપોર્ટ કરીને મુંબઇ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. હાલ ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે એજન્ટોના નેટવર્કની તપાસ સીઆઇડી ક્રાઇમ કરી રહી છે.</p> <p>ગુજરાતના પેસેન્જરોની તપાસ કરી રહેલી &nbsp;સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે એજન્ટોએ પોલીસથી બચવા માટે જ્યારે વિમાન મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે એજન્ટોએ તમામ પેસેન્જરોને પોલીસ કેસમાં ફસાઇ જવાનો ડર બતાવીને વોટ્સએપમાંથી કબુતરબાજીને લગતી તમામ ચેટ ડીલીટ કરાવી દીધી હતી. એજન્ટો પેસેન્જરોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા અગાઉ સેન્ટ્રલ અમેરિકાનો રૂટ પંસદ કરતા હતા. પરંતુ, સેન્ટ્રલ અમેરિકામાં વિઝા ઓન અરાઇવલ સુવિદ્યા બંધ કરવામાં આવતા એજન્ટોએ નિકારાગુઆનો રૂટ શરૂ કર્યો હતો. ગુજરાતમાંથી ૬૬ લોકો સહિત પંજાબ તેમજ અન્ય રાજ્યોના મળીને &nbsp;કુલ ૨૭૬ મુૂસાફરોને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી લિજેન્ડ એરલાઇનની ફ્લાઇટમાં ઝડપી લીધા હતા. જે બાદ તમામને ડીપોર્ટ કરીને મુંબઇ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. આ ૨૭૬ મુસાફરોમાંથી ૬૬ મુસાફરો ગુજરાતીઓ હતા અને તેમને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે એજન્ટોના નેટવર્કની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે. જે સંદર્ભમાં ફરિયાદ દાખલ થઇ તે પહેલા પોલીસે તમામ ૬૬ મુસાફરો પાસેથી મોબાઇલ ફોન અને ગેટેઝ્સ જપ્ત કર્યા હતા.&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

આજે શહેરના વોર્ડ નં.6ની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

- રવિવારે માત્ર 29.45 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું - આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાયું સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ડનં-૬ની યોજાયેલ પેટા ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. માત્ર ૨૯.૪૫ ટકા નિરસ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે કોનું નસીબ ખુલશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકાના વોર્ડ-૬ની એક બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૨૯.૫૪ ટકા જ મતદાન થયુ હતુ. આજે મતગણતરી થવાની છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ એક સદસ્યએ રાજીનામુ આપી દીધુ હતુ.  અનેક પાયાની સુવિધાથી વંચિત વોર્ડમાં આ વખતે નિરસ મતદાનમાં મતદારોની નારાજગી વ્યકત થઈ હોવાનું મનાય છે. અનેક મતદારોએ મત આપવા જવાનું ટાળીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તો ૨૯.૫૪ ટકા મતદારોએ મત આપ્યા છે. તેમા નગર પાલીકાના ભાજપના શાસકો પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે કે પરિવર્તનની દીશામાં મતદાન કર્યુ છે તે આજનું પરિણામ નક્કી કરશે. ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ વોર્ડમાં પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા ...