Skip to main content
Gujarat Rain Update : 24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં વરસ્યો
Gujrat Rain Update : 24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સોથી વધુ  દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ વરસતાં ખેતરો જળમગ્ન બન્યા છે અને અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. 24 કલાકમાં કચ્છના માંડવીમાં અઢીં ઈંચ વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં વલસાડના પારડીમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે.
સિઝનનો કેટલો વરસાદ?
ઝોન                 વરસાદ
દક્ષિણ ગુજરાત- 32.17 ટકા
મધ્ય ગુજરાત-    31.30 ટકા
સૌરાષ્ટ્ર   -           31.25 ટકા
કચ્છ     -           26.16 ટકા
ઉત્તર ગુજરાત-   21.91 ટકા
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 29.89 ટકા વરસાદ વરસી ચુક્યો છે..જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધ 32.17 ટકા વરસાદ વરસી  ચુક્યો છે..જ્યારે મધ્ય ગુજરાતમાં 31.30 ટકા વરસાદ વરસ્યો છે.સૌરાષ્ટ્ર ઝોનમાં 31.25 ટકા, કચ્છમાં26.16 ટકા અને ઉત્તર ગુજરાતમાં 21.91 ટકા વરસાદ વરસી ચુક્યો છે..રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સિઝનનો અત્યાર સુધી 49.1 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે.
ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે. જેમાં પાકિસ્તાનની પાસે    સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે.  નોંધનિય છે કે, આવતી કાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને  સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારિ વરસાદનું અનુમાન છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.
આગામી 6 દિવસ આ જિલ્લામાં પડશે વરસાદ
આગામી 6 દિવસ ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં  ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં આજે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. , પાટણ મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અમદાવાદમાં ભારે નહિ પરંતુ મધ્યમ વરસાદનું અનુમાન છે. અરવલ્લી મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે. ખેડા,પંચમહાલ, આણંદ,  વડોદરા, ભરૂચ, છોટાઉદેપરુ, નર્મદા આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ટૂંકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.
આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન
આજે 4  જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા, જામનગર, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ  આજે વરસાદનું  યલો એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઇ છે. નવસારી અને વલસાડમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ યલો એલર્ટ અપાયું છે. ભારે વરસાદને લઇને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. આજે ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, જામનગર, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં આજે યલો એલર્ટ અપાયું છે.
ગીર સોમનાથ, પાટણ, સાબરકાંઠામાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. નવસારી અને વલસાડમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ વરસાદનું  યલો એલર્ટ અપાયું છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...