Gujarat Weather : હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી, જો કે હવે સિસ્ટમમાં બદલાવ થતાં આગામી 27 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદનું કોઇ અનુમાન નથી. 27 જાન્યુઆરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ લાવે તેવી એક સિસ્ટમ આકાર લઇ રહી છે., જેથી ફરી 27 જાન્યુઆરી બાદ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો છૂટછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં, કચ્છના કેટલાક જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો હળવો કમોસમી વરસાદ વરસી શકે છે.

ઠંડીની રાજ્યમાં કેવી રહેશે સ્થિતિ
રાજ્યમાં હાલ સામાન્ય ઠંડી પડી રહી છે, જો કે ગુજરાતમાં હજુ એક કાતિલ ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો દૌર શરૂ થશે, પવનના સુસવાટા સાથે મોડી સાંજથી સવાર સુધી ઠંડી અનુભવાઈ શકે છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો તફાવત જોવા મળી શકે છે. છેલ્લા 24 કલાકમાં બેથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. મહિનાના અંત સુધીમાં અમદાવાદનું સરેરાશ તાપમાન 12થી 14 ડિગ્રી રહેવાનું અનુમાન છે. ઉલ્લેખનિય છે કે, અરબી સમુદ્રની પવની ગતિ વધુ છે. જયાં હાલ 50 કિલોમીટરથી લઇને પ્રતિ કલાકે 55 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂકાઇ રહ્યો છે. જેની અસરથી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં પણ પવનની ગતિ વધુ રહેશે. રાજ્યના તાપમાન પર નજર કરીએ તો નલિયા
5 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર રહ્યું. ડીસામાં 8.4 ડિગ્રી, અમરેલીમાં 9.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 9.5 ડિગ્રી, ભુજમાં પણ 9.8 ડિગ્રી, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સામાન્ય રીતે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં દિવસનું તાપમાન 30થી 29 વચ્ચે અને રાત્રિનું તાપમાન ઉપરોક્ત શહેરને છોડીને 15ની આસપાસ રહે છે. જો કે આગામી દિવસોમાં તાપમાન ગગડતાં વધુ એક ઠંડીના રાઉન્ડનું અનુમાન છે.

શિમલામાં સિઝનની પહેલી હિમવર્ષો

શિમલા અને મનાલીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ. હિમવર્ષાને કારણે કાશ્મીરનો દેશના બાકીના ભાગ સાથેનો માર્ગ અને હવાઈ સંપર્ક તૂટી ગયો. જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ થઈ ગયો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ. કાશ્મીરને પૂંછથી જોડતો મુઘલ રોડ પણ બંધ છે. શ્રીનગર એરપોર્ટથી બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

2૦૦5 પછી ટિટવાલમાં પહેલી વાર બરફ પડ્યો. કુપવાડામાં નિયંત્રણ રેખા પાસે આવેલા કર્ણાહ અને ટિટવાલમાં 2૦૦5 પછી પહેલી વાર બરફ પડ્યો. કર્ણાહના નીચલા ભાગોમાં બે થી પાંચ ઇંચ બરફ પડ્યો. શ્રીનગર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટનું આવનજાવન નબળી વિઝિબિલીટી અને રનવે પર બરફ જમા થવાને કારણે આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. પ્રતિકૂળ હવામાનની વચ્ચે દિલ્લીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ થઇ રહી છે.

Comments
Post a Comment