
<p>ઇરાન સામે ઇઝરાયલ, અમેરિકાના યુદ્ધના કારણે ગેસની અછત સર્જાઇ હોય તેવા અહેવાલ ગેસ બુકિંગની લાંબી કતારોના અને ગેસના કાળા બજારની ધટના દ્રારા આવી રહ્યાં છે. જો કે સરકારે પેનિક ન કરવા અને પુરતો પૂરવઠો હોવાનું નિવેદન જાહેર કર્યું છે. આ બધી જ પરિસ્થિતિ વચ્ચે સરકારે લોકોની હિત માટે અને સુવિધા માટે કેટલાક મહત્વના નિર્ણય લીધો છે. ઘરેલું ગેસ અંગે રાજ્ય સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. હેલ્પલાઈન નંબર 1800-233-0222 પર લોકો ફરિયાદ કરી શકશે. </p> <p>આ યુદ્ધ ભારતમાં ગેસ અને તેલની અછતને વધારી રહ્યું છે. સૌથી મોટી સમસ્યા LPG પુરવઠાની છે. લોકોને ઘરેલુ અને કોમર્શિયલ વાણિજ્યિક સિલિન્ડર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને કાળાબજાર પણ શરૂ થઈ ગયું છે. ઘણા લોકોએ સિલિન્ડર ખરીદવા માટે ચાર ગણા ભાવ ચૂકવ્યા હોવાનું જણાવ્યું હતું. ગેસની અછતને કારણે ઘણા રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોર્સ બંધ થઈ ગયા છે. ક્રૂડ ઓઈલની અછતને કારણે પણ ચિંતા વધી છે, જેના કારણે ઘણી એરલાઈન્સે હવાઇ ભાડામાં વધારો કર્યો છે. </p>
Comments
Post a Comment