Gujarat Weather Update: 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વાતાવરણમાં પલટાના સંકેત છે. ભારત પર આ જે સિસ્ટમ બનેલી છે, જે ગુજરાત પણ આવતા વાદળછાયા વાતવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસશે. ઇરાન ઓમાનના પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં હાલ વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ ભારત તરફ આવી રહી છે તેની ગુજરાત પર અસર થવાની શકયતા છે. જો કે આ સિસ્ટમની અસર 2થી 3 દિવસ બાદ વધુ જોવા મળશે. 26 માર્ચ બાદ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમય દરમિયાન પવનની ગતિ પણ સામાન્ય કરતાં થોડી વધુ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 29, 30 અને 31 માર્ચ સુધી ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્રમાં વરસાદની પડશે.

કમોસમી વરસાદથી ક્યાં જિલ્લા થશે પ્રભાવિત
હવામાન વિભાગની આગાહી મુજબ 29 માર્ચથી 31 માર્ચ સુધી કમોસમવી વરસાદનું અનુમાન છે. આ સમય દરમિયાન મોટાભાગના જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળશે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદની શકયતા છે. સૌથી પહેલા વાતાવરણમાં પલટાની અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે, બાદ દ્રારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, વાવ, થરાદ બનાસકાંઠાના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી,આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ માવઠાની શક્યા છે. નવસારી, ડાંગ, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ,આ તમામ વિસ્તારમાં છૂટછવાયો ગાજવીજ સાથે વરસા વરસશે, આ કમોસમી વરસાદના કારણે શિયાળાના તૈયાર થયેલા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. વાતાવરણમાં પલટો આવતા ગુજરાતમાં તાપમાનમાં પણ ઘટાડો થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી રહ્યાં છે.

રાજ્યમાં ગત સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. એક બાદ એક સિસ્ટમ એક્ટિવ થતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં લગભગ 4 એપ્રિલ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયા હળવા વરસાદનું અનુમાન છે. આ સાથે તાપમના પારો પણ ગગડશે. જેથી લોકોને ગરમીથી રાહત મળશે. જો કે કમોસમી વરસાદની અનુમાને ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કેરીનો પાક હાલ તૈયાર થવાના સમયે છે. ત્યારે આ સમયે વાતાવરણમાં પલટો કેરીનો પાક બગડવાનાં સંકેતો આપતા આંબાનો બાગ ધરાવતાં ખેડૂત ચિંતામાં મૂકાયા છે.

હવામાન વિભાગના મોડલ મુજબ અરબી સમુદ્ર પરથી સતત વાદળો આવી રહ્યાં છે, જે ગુજરાત પરથી પસાર થઇ રહ્યાં છે.. આ કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સ્થિર થયું છે. જેના કારણે તાપમાન પણ ઘટ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી હજુ પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ભેજવાળા પવનના કારણે આ વાદળછાયું વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક છૂટછવાયો વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં બીજી બે સિસ્ટમ આવનાર છે. આ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં વાતાવરણમાં પલટાના સંકેત મળી રહ્યાં છે. આ બે સિસ્ટમ કેટલી મજબૂત હશે તેના પર કમોસમી વરસાદનો આધાર છે. જો સિસ્ટમ મજબૂતીથી આગળ વધશે તો ફરી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં માવઠાનું સંકટ છે પરંતુ જો સિસ્ટમ નબળી હશે તો વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક છૂટછવાયો કમોસમી વરસાદ વરસશે, હાલની સ્થિતિના આંકલન મુજબ 28થી 30 સુધી કમોસમી વરસાદની શક્યતા પ્રબળ દેખાઇ રહી છે. આ સમય દરમિયાન ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન કેટલીક જગ્યા હળવો તો કેટલીક જગ્યાએ હળવાથી વધુ મધ્યમ વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે પણ વરસાદ થઇ શકે છે. ટૂંકમાં કહીએ તો ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે 4 એપ્રિલ સુધી વેઘર ડિસ્ટર્બ રહે તેવા સંકેત હવામાન વિભાગ આપી રહ્યું છે.

Comments
Post a Comment