બનાસકાંઠામાં બાગાયત યોજનાઓ માટે i-ખેડૂત પોર્ટલ ખુલ્યું:ખેડૂતો 27 માર્ચથી 26 એપ્રિલ સુધી અરજી કરી શકશે
https://ift.tt/w7IFr1N બનાસકાંઠા જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે ખુશખબર છે. બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે નવીન i-ખેડૂત પોર્ટલ 2.0 (https://ikhedut.gujarat.gov.in) ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેડૂતો 27 માર્ચ, 2026 થી 26 એપ્રિલ, 2026 સુધી આ પોર્ટલ પર અરજી કરી શકશે. આ યોજનાઓમાં કૃષિ યાંત્રિકરણ (જેમ કે મીની ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટીવેટર, ટ્રેલર, પાણીનું ટેન્કર), કાચા/પાકા શાકભાજી મંડપ, હાયબ્રીડ શાકભાજી પાકોનું વાવેતર, પ્રાકૃતિક કૃષિ, ફળ પાકોમાં ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ (આંબા, જામફળ, કેળ, પપૈયા), ટીશ્યું કલ્ચર ખારેક, કમલમ, દાડમ, સુગંધીત પાકો, ફૂલ અને મસાલા પાકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મધમાખી પાલન માટે સહાય, ખેતર પરના ગ્રેડિંગ-શોર્ટીંગ-પેકિંગ એકમો, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી, નેટ હાઉસ, મલ્ચીંગ, ક્રોપ કવર, વોટર સોલ્યુબલ ખાતર, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, પેકિંગ મટીરીયલ્સ, મહિલા તાલીમાર્થીઓને વૂતિકા સહાય, કોલ્ડ સ્ટોરેજ, રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ, પ્રોસેસિંગ યુનિટ અને સોલાર ક્રોપ ડ્રાયર જેવા વિવિધ ઘટકો પણ ઉપલબ્ધ છે. અરજી કરવા માટે, ખેડૂતોએ સૌપ્રથમ મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ ઓનલાઈન અરજી ભરી, યુઝર મેન્યુઅલ મુજબ જરૂરી કાગળો અપલોડ કરવાના રહેશે. અરજી કન્ફર્મ કર્યા પછી, તેની પ્રિન્ટ આઉટ લઈને ખેડૂતોએ પોતાની પાસે રાખવી ફરજિયાત છે. વધુ માહિતી અને સહાય માટે, ખેડૂતો નાયબ બાગાયત નિયામકની કચેરી, પાલનપુર, બનાસકાંઠાનો સંપર્ક કરી શકે છે.
Comments
Post a Comment