Skip to main content

છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ

ગુજરાતમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે નૈઋત્યનું ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં વિધિવત રીતે રાજ્યમાં પ્રવેશ કરે તેવી પ્રબળ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. રમિયાન સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં તોફાની વરસાદ નોંધાયો છે, જેનાથી ક્યાંક ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે તો ક્યાંક ખેડૂતોના ચહેરા પર ખુશી લહેરાઈ છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ અને રાજકોટના ગોંડલમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

વલસાડ જિલ્લામાં વરસાદ

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડ શહેર સહિત વાપી અને કપરાડામાં પણ દોઢ-દોઢ ઈંચ વરસાદ પડ્યો છે, જેના કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. નવસારી જિલ્લામાં પણ સતત પાંચમા દિવસે ગણદેવી અને બીલીમોરામાં વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ, કચ્છના માંડવી  પંથકમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યા હતા.

ગોંડલમાં અંડરબ્રિજમાં પાણીમાં ફસાઈ બસ

જો કે, રાજકોટના ગોંડલમાં વરસેલા અઢી ઈંચ વરસાદે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. અહીંના ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાને કારણે જૂનાગઢ-દાહોદ રૂટની એસટી બસ અધવચ્ચે ફસાઈ ગઈ હતી. બસ બંધ પડી જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના સ્થાનિક આગેવાનો દોરડા અને જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બસને સુરક્ષિત બહાર કાઢી મુસાફરોનો આબાદ બચાવ કર્યો હતો.

આ પણ વાંચોઃ મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર અને બિહાર સુધી પહોંચેલું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી 29 જૂન સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ જ્યારે સુરત, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.. મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ અને બિહારના વધુ વિસ્તારોમાં ચોમાસું પ્રવેશી ચુક્યું છે અને આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પહોંચી શકે છે. આ તરફ મધ્ય ઉત્તર પ્રદેશના ઉત્તરી ભાગથી રાજસ્થાન થઈને ઉત્તર ગુજરાત તરફ એક ટ્રફ અને ઉત્તર ગુજરાતના આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 29 જૂન સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, સુરત, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ ખાબકી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ તરફ ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીની સાથે મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના  ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

આજે શહેરના વોર્ડ નં.6ની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

- રવિવારે માત્ર 29.45 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું - આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાયું સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ડનં-૬ની યોજાયેલ પેટા ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. માત્ર ૨૯.૪૫ ટકા નિરસ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે કોનું નસીબ ખુલશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકાના વોર્ડ-૬ની એક બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૨૯.૫૪ ટકા જ મતદાન થયુ હતુ. આજે મતગણતરી થવાની છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ એક સદસ્યએ રાજીનામુ આપી દીધુ હતુ.  અનેક પાયાની સુવિધાથી વંચિત વોર્ડમાં આ વખતે નિરસ મતદાનમાં મતદારોની નારાજગી વ્યકત થઈ હોવાનું મનાય છે. અનેક મતદારોએ મત આપવા જવાનું ટાળીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તો ૨૯.૫૪ ટકા મતદારોએ મત આપ્યા છે. તેમા નગર પાલીકાના ભાજપના શાસકો પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે કે પરિવર્તનની દીશામાં મતદાન કર્યુ છે તે આજનું પરિણામ નક્કી કરશે. ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ વોર્ડમાં પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા ...