અનાથ-દિવ્યાંગ દીકરીઓના લગ્ન માટે સરકારી સહાય:સુરેન્દ્રનગરમાં 28 અનાથ દીકરીના કન્યાદાન માટે 56 લાખ, 168 દિવ્યાંગ યુગલોને 84 લાખની સહાય
https://ift.tt/I6WqZLM
જ્યારે કોઈ માસૂમ બાળકી પોતાના માથા પરથી માતા-પિતાની છત્રછાયા ગુમાવી બેસે છે, ત્યારે સમાજ અને બદલાતી વ્યવસ્થાઓ વચ્ચે તેનું ભવિષ્ય એક ધૂંધળો સવાલ બની જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અનાથ અને દિવ્યાંગ દિકરીઓના લગ્નમાં પાલક માતા-પિતા યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના ઉમ્મીદ બની છે. સામાન્ય રીતે પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળસેવા યોજના હેઠળ માસિક સહાય મેળવતી અનાથ દીકરીઓ જ્યારે 18 વર્ષ પૂર્ણ કરી પ્રભુતામાં પગલાં પાડે છે, ત્યારે તેમના નવા ઘરની શરૂઆત માટે સરકાર દ્વારા એકસાથે 2,00,000ની કન્યાદાન ભેટ આપવામાં આવે છે. આ રકમ ડીબીટી મારફતે સીધી દીકરીના જ બેંક ખાતામાં જમા થાય છે. પાછલા 4 વર્ષમાં આવી 28 દીકરીને કુલ 56 લાખની માતબર સહાય ચૂકવી વહીવટી તંત્રે પોતાની સામાજિક જવાબદારી અદા કરી છે. આ જ રીતે દિવ્યાંગ લગ્ન સહાય યોજના જો લગ્ન કરનાર વર અને કન્યા બંને 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તો આખા યુગલને વ્યક્તિ દીઠ 50 હજાર લેખે કુલ 1,00,000ની સહાય મળે છે. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ દિવ્યાંગ વ્યક્તિને પોતાના જીવનસાથી તરીકે સ્વીકારે તો તેને પણ 50,000ની પ્રોત્સાહક સહાય ચૂકવાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાછલા 4 વર્ષના ગાળામાં આવા 168 લાભાર્થીને કુલ 84 લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડયા છે. 21 પ્રકારની દિવ્યાંગતામાંથી કોઈ પણ 40% કે તેથી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અનિવાર્ય
અનાથ દીકરી લગ્ન સહાય દીકરીના લગ્ન 18 વર્ષ પૂર્ણ થયા બાદ અને તા.1-4-2023 પછી થયેલા હોવા જોઈએ. દિવ્યાંગ લગ્ન સહાયમાં કન્યાની ઉંમર18 વર્ષથી વધુ અને યુવકની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ. 21 પ્રકારની દિવ્યાંગતામાંથી કોઈ પણ 40% કે તેથી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે. લગ્નના 2 વર્ષની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. જેમાં વર-કન્યાની જન્મ તારીખના પુરાવા, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, પાલક માતા-પિતા યોજનાનો મંજૂરી પત્ર અથવા સત્તાવાર દિવ્યાંગતા પ્રમાણપત્ર, વર-કન્યાના ચૂંટણી કાર્ડ, લાભાર્થીની બેંક પાસબુક અથવા રદ કરેલ ચેકની નકલ આપવાની હોય છે.યોજનાઓનો લાભ મેળવવા જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી રૂબરૂ અથવા ઓનલાઇન પોર્ટલ https:/esamajkalyan.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.
Comments
Post a Comment