ગુજરાતમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાં વરસશે વરસાદ, જાણો હવામાન આગાહી

Gujarat Weather Forecast: હવામાન વિભાગના અનુમાન મુજબ 23 જૂનથી ચોમાસની રફતાર થોડી વધી છે જેના કારણે ગઇ કાલે ચોમાસાએ મુંબઇ સહિતના મહારાષ્ટ્રના વિસ્તારને આવરી લીધા. ચોમાસાએ તેંલગણા, આંધ્રપ્રદેશ સહિતના વિસ્તારને આવરી લીધા છે. ગુજરાતની વાત કરીએ તો મુંબઇમાં વરસાદ વરસતાં હવે એક સપ્તાહ બાદ ગુજરાતમાં મોનસૂનની એન્ટ્રી થાય તેવી શકયતા છે. એટલે કે 1 જુલાઇની આસપાસ ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઇ શકે, ચોમાસા પહેલા પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો. ગુજરાતમાં હાલ પ્રિમોનસૂન એક્ટિવિટ એક્ટિવ થતાં કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક દરિયાકાંઠાના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહયું છે. 23 જૂને ચોમાસાએ મુંબઇમાં ધમાકેદાર એન્ટ્રી કરી.

હવમાન વિભાગે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની શક્યતા જુલાઇના પ્રથમ સપ્તાહમાં કરી છે. જો કે મોનસૂનની સ્પીડ ધીમી હોવાથી ચોમાસાની એન્ટ્રી સાથે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસશે તેવી શક્યતા ઓછી છે. એટલે કે. ચોમાસાને ગુજરાતને આવરી લેતા સમય લાગી શકે છે . આ સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એક્ટિવ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. જેના કારણે ફણ 2થી3 જુલાઇની આસપાસ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, બોટાદ ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ,ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ. છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠ, થરાદમાં પણ છૂટછવાયો વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો: મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર

ઉલ્લેખનિય છે કે, 28 જૂન સુધી ગુજરાતમાં છૂટછવાયો વરસાદ વરસશે અને બાકીના વિસ્તારમાં ગરમીનું જોર પણ યથાવત રહેશે, હવામાન વિભાગના મોડલના અભ્યાસ પરથી કહી શકાય તે જુલાઇના પ્રથમ સપ્તાહમાં વરસાદનું જોર વધતા તાપમાનમાં ઘટાડો થઇ શકે છે.  ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના કામરેજ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. કામરેજના ઘાલા, કરજણ, નવી પારડી સહિતના ગામોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

મુંબઇમાં વરસાદની એન્ટ્રી

વામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસું હવે મુંબઈ, મહારાષ્ટ્રના અન્ય ભાગો, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં આગળ વધી ગયું છે. આજે દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર  કરવામાં આવી છે.આકરી  ગરમીથી પીડાતા મુંબઈવાસીઓ માટે, લાંબા સમયથી રાહ જોવાતી આનંદની ક્ષણ આખરે આવી ગઈ છે. 13 દિવસના વિલંબ પછી મંગળવારે (23 જૂન) દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મુંબઈમાં તેની આનંદદાયક હાજરીનો અનુભવ કરાવ્યો.

સવારની શરૂઆત ભારે વરસાદથી થઈ, જેનાથી શહેરના વાતાવરણમાં નવી તાજગી અને આરામ આવ્યો. હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસું હવે મુંબઈ, મહારાષ્ટ્રના અન્ય ભાગો, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં આગળ વધી ગયું છે. આજે દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર  કરવામાં આવી છે.

મુંબઈમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 10 જૂન છે. ઇતિહાસ પર નજર કરીએ તો, ચોમાસાનો મૂડ હંમેશા બદલાતો રહ્યો છે. ગયા વર્ષે, 2025માં, ચોમાસું 26  મે ના રોજ પહોંચ્યું હતું, જે 75 વર્ષમાં સૌથી વહેલું 2029  અને 2023માં હતું, તે છેલ્લે 25 જૂનના રોજ પહોંચ્યું હતું. અગાઉ, 1981 માં, ચોમાસુ 23 જૂન ના રોજ જ પહોંચ્યું હતું, જ્યારે ઇતિહાસમાં સૌથી લાંબો વિલંબ 1958 અને 1974 (28 જૂન) માં નોંધાયો હતો.   ભારે  વરસાદ દરમિયાન એકમાત્ર રાહત એ હતી કે, મુંબઈની રફતાર થંભી ન હતી. મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક થોડો ધીમો પડ્યો હતો, પરંતુ તમામ મુખ્ય સબવે ખુલ્લા રહ્યા.લોકલ ટ્રેનો, (બૃહન્મુંબઈ વીજળી પુરવઠો અને પરિવહન) બેસ્ટ બસો અને મધ્ય મુંબઈનું હૃદય રાબેતા મુજબ કાર્યરત રહ્યું.

Comments
Post a Comment