Skip to main content

ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

Gujarat Rain Forecast: : રાજ્યમાં ચોમાસું ફરી એકવાર જોર પકડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, 24થી 26 જુલાઈ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ વરસાદનું પ્રમાણ ખૂબ વધુ રહેવાની સંભાવના છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે અમદાવાદ, વડોદરા અને આણંદના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને વડોદરા અને આસપાસના વિસ્તારોમાં 4 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે. જો વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારોમાં 6 ઈંચ કે તેથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે.    અંબાલાલ પટેલના આંકલન મુજબ  ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારો વરસાદથી તરબોળ થઈ શકે છે. સાથે જ કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

સૌરાષ્ટ્રને લઈને પણ મહત્વની આગાહી કરવામાં આવી છે. ઉત્તર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.

જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. ઉપરાંત દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં આગામી 2થી 3 દિવસ દરમિયાન 4 ઈંચ સુધીનો વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતે લોકોને ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા, નદી-નાળાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા તેમજ હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના અનુમાન મુજબ આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. સુરત,નવસારી,વલસાડ,ડાંગ,તાપી,દમણ અને દાદરા-નગર હવેલી આસપાસના વિસ્તારોમાં આજે  વરસાદની સંભાવના છે.

આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આજે અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આજે મધ્ય ગુજકાતના અનેક જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ઝોનમાં પણ હળવો વરસાદ પડી શકે છે. આજે અમદાવાદ,ગાંધીનગર,વડોદરા,આણંદ,ખેડા,પંચમહાલ,દાહોદ,ભરૂચ,નર્મદા રાજકોટ,જામનગર,મોરબી,જૂનાગઢ,ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર,બોટાદ,સુરેન્દ્રનગર,કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...