ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

gujarat Rain Update:  ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાજ્યના કુલ 95 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 3.70 ઈંચ નોંધાયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આંકડા મુજબ નવસારીના ખેરગામમાં 2.17 ઈંચ, સુરતના કામરેજમાં 2.13 ઈંચ, આણંદના પેટલાદમાં 2.05 ઈંચ અને સોજીત્રામાં 1.97 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના ઘોઘંબામાં 1.77 ઈંચ વરસાદ વરસ્યો હતો.વલસાડ જિલ્લાના નાનપોંઢામાં 1.46 ઈંચ અને ધરમપુરમાં 1.06 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના પલસાણા ખાતે 1.42 ઈંચ અને બારડોલીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં પણ 1.42 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ભરૂચના વાલિયામાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ડાંગના વઘઈ, વડોદરાના શિનોર, નર્મદા જિલ્લાના તિલકવાડા, બોટાદના બરવાળા તેમજ વડોદરાના કરજણ અને વલસાડમાં પણ 1-1 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વાતાવરણ ઠંડું બન્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય નહીં તે માટે સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

ગુજરાતમાં મોનસૂન બન્યું એક્ટિવ

અલનીનોની અસર અને વરસાદની ઘટ વચ્ચે સારા સમાચાર એ છે કે, ગુજરાતમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર વધશે, એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતાં રાજ્યમાં મધ્યમ વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ત્રણ મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અમૃતસરથી પસાર થતી મોનસૂન ટ્રફના પ્રભાવથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ એમ ત્રણેય હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી તેમની સંયુક્ત અસરના ભાગરૂપે વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.

અલનીનોની અસરના કારણે આ વર્ષે ચોમાસામાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. ચોમાસાનો દોઢ મહિનો વિતી ગયો છતાં પણ રાજ્યમાં સારો વરસાદ નથી વરસ્યો અનેક જિલ્લામાં હજુ પણ વાવણી નથી.રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 4.68 ઈંચ (117 મીમી) વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 9.80 ઈંચ (245 મીમી) વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સામાન્યની સરખામણીએ 31 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જો કે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા હોવાથી વરસાદની આ ખાધમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આગામી દિવસોની આગાહી:

18 જુલાઈથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વધુ રહેશે.
21થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.

Comments
Post a Comment