Gujarat rain nowcast alert: ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી રહી છે ત્યારે અમદાવાદ હવામાન કેન્દ્ર (Meteorological Centre) દ્વારા આજે સાંજે 4:00 વાગ્યે આગામી 3 કલાક માટે (સાંજે 7 વાગ્યા સુધી) તાકીદનું 'નાવકાસ્ટ' (Nowcast) બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આ ચેતવણી અનુસાર, રાજ્યના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાશે અને વીજળીના કડાકા-ભડાકા તથા તેજ પવન સાથે ભારેથી મધ્યમ વરસાદ ખાબકવાની પ્રબળ સંભાવના છે.

ભારે વરસાદ અને વાવાઝોડાની આશંકા (Heavy Rain Alert)

હવામાન વિભાગના વિશેષ બુલેટિન મુજબ, આગામી 3 કલાકમાં રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કલાકના 15 મીમીથી વધુ ભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની (In gusts) અને મધ્યમ દરજ્જાના વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભયજનક બાબત એ છે કે આ વિસ્તારોમાં જમીન પર વીજળી પડવાની સંભાવના 60% થી પણ વધુ દર્શાવવામાં આવી છે.

અસરગ્રસ્ત જિલ્લાઓ: પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સુરત.

અમદાવાદ સહિતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી (Moderate Rain)

રાજ્યના મધ્ય અને પૂર્વ ભાગોમાં વાતાવરણ સામાન્ય કરતા થોડું હળવું રહેશે પરંતુ વરસાદ અવિરત ચાલુ રહી શકે છે. આ વિસ્તારોમાં 5 થી 15 મીમી પ્રતિ કલાકની ગતિએ મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. અહીં પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેશે અને વીજળી પડવાની શક્યતા 30% થી 60% જેટલી જોવામાં આવી રહી છે.

અસરગ્રસ્ત જિલ્લાઓ: અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ.

આ પણ વાંચોઃ ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!

ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ (Light Rain)

જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક અલગ-અલગ સ્થળો પર 5 મીમીથી ઓછો હળવો વરસાદ અને સામાન્ય ગાજવીજ થવાની સંભાવના છે. અહીં વીજળી પડવાની શક્યતા પ્રમાણમાં ઘણી ઓછી (30% થી ઓછી) છે.

અસરગ્રસ્ત જિલ્લાઓ: મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબી.

તંત્રની અપીલ: "હવામાનમાં આવેલા આ અચાનક બદલાવને પગલે નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે વીજળીના ગડગડાટ સમયે ખુલ્લા મેદાનો કે ઝાડ નીચે ન ઊભા રહે. સુરક્ષિત સ્થળે આશરો લેવો અને પૂરતી સાવચેતી રાખવી."

આ પણ વાંચોઃ ગુજરાતના 53 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ; આ જિલ્લામાં ખાબક્યો સૌથી વધુ 3.6 ઈંચ વરસાદ

Comments
Post a Comment