Skip to main content

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

Rani Ki Vav 3D projection mapping: ગુજરાતના ઐતિહાસિક વારસા અને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે એક નવું છોગું ઉમેરાયું છે. પાટણમાં આવેલી યુનેસ્કો (UNESCO) ની વર્લ્ડ હેરિટેજ સાઇટ ‘રાણી કી વાવ’ ખાતે શરૂ કરાયેલા અદભુત 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટને 17મા ‘WOW એવોર્ડ્સ એશિયા 2026’ માં પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ ભવ્ય એવોર્ડ "એક્સપિરિયન્શિયલ ટેક એવોર્ડ્સ – અચીવમેન્ટ ઇન ઓડિયો-વિઝ્યુઅલ ફોર એન ઇવેન્ટ" કેટેગરીમાં ગુજરાતના નામે થયો છે. આ આંતરરાષ્ટ્રીય સન્માન દર્શાવે છે કે આપણી પ્રાચીન વિરાસતને દુનિયા સમક્ષ રજૂ કરવા માટે ઓડિયો-વિઝ્યુઅલ ટેક્નોલોજીનો કેટલો આધુનિક અને શાનદાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અહીં આવતા મુલાકાતીઓને એક ક્ષણ માટે ઇતિહાસના સુવર્ણકાળમાં લઈ જાય છે.

ભારતના સૌથી લોકપ્રિય સ્મારકોમાં સ્થાન ધરાવતી આ ઐતિહાસિક વાવને જોવા માટે દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો પ્રવાસીઓ ગુજરાત આવે છે. પ્રવાસીઓના આ રોમાંચ અને અનુભવને ઓર બહેતર બનાવવાના હેતુથી ગુજરાત સરકારે રાણી કી વાવ ખાતે આ અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ સિસ્ટમનું કાયમી ઇન્સ્ટોલેશન કર્યું હતું. આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચ, 2026 ના રોજ કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે, આ શો શરૂ થયો ત્યારથી જ પ્રવાસીઓ તેના દિવાના બની ગયા છે. 12 જુલાઈ, 2026 સુધીના સત્તાવાર આંકડાઓ અનુસાર, 44,209 થી વધુ મુલાકાતીઓ આ ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ શોનો અદભુત નઝારો પ્રત્યક્ષ નિહાળી ચૂક્યા છે અને આ આંકડો રોજબરોજ બહુ ઝડપથી વધી રહ્યો છે. હાલમાં આ શોના સફળ સંચાલન અને જાળવણીની જવાબદારી સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી એક ખાસ એજન્સી સંભાળી રહી છે.

આ પ્રોજેક્ટને આટલી મોટી સફળતા મળ્યા બાદ અમલીકરણ એજન્સી દ્વારા તેને 'WOW એવોર્ડ્સ એશિયા 2026' માં નોમિનેશન માટે મોકલવામાં આવ્યો હતો. જ્યાં એશિયાભરના શાનદાર પ્રોજેક્ટ્સ વચ્ચે કડી જોડીને ગુજરાતના આ પ્રોજેક્ટે ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો જમાવી લીધો છે. ટેક્નોલોજીના માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિ અને ભવ્ય ઈતિહાસને જીવંત રાખવાનો આ અનોખો પ્રયાસ હવે માત્ર પ્રવાસીઓના દિલ જ નથી જીતી રહ્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ દેશનું નામ રોશન કરી રહ્યો છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...