Ambalal Patel weather forecast 2026: ગુજરાતમાં હાલ ચોમાસું બરાબરનું જામ્યું છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને વધુ એક મોટી આગાહી કરી છે. તેમની નવી આગાહી મુજબ, આગામી 72 કલાક ગુજરાત માટે અત્યંત મહત્વના સાબિત થવાના છે, કારણ કે આ સમયગાળા દરમિયાન રાજ્યના 50 ટકા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન અંગેની વિગતવાર માહિતી આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અને અમરેલી પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને પંચમહાલ અને વડોદરાના ભાગોમાં 4 ઈંચ કે તેનાથી પણ વધુ વરસાદ ખાબકી શકે છે.

બીજી તરફ, અમદાવાદ અને પાટનગર ગાંધીનગરના નાગરિકોએ પણ તૈયાર રહેવું પડશે, કારણ કે આગામી 72 કલાક દરમિયાન અહીં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. જોકે, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોના લોકોને હજુ થોડી નિરાશા મળી શકે છે, કારણ કે ત્યાં હાલ પૂરતો વરસાદ ઓછો રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

સતત વરસાદ વરસ્યા બાદ ખેડૂતો અને સામાન્ય લોકોને થોડી રાહત પણ મળશે. આગામી 9 જુલાઈ પછી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદથી વિરામ એટલે કે 'વરાપ' (ઉઘાડ) નીકળવાની શક્યતા છે. જોકે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વરાપ ક્યારે નીકળશે તે વિશે હાલ કોઈ ચોક્કસ આગાહી કરી શકાય તેમ નથી.

આ વિરામ લાંબો સમય નહીં ચાલે, કારણ કે 14 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની પૂરી સંભાવના છે. આ નવી સિસ્ટમની સીધી અસરથી 16 થી 20 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થશે. એટલું જ નહીં, અંબાલાલ પટેલે એવી પણ ચેતવણી આપી છે કે જુલાઈ મહિનાના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં પણ રાજ્યમાં અણધાર્યો અને ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો

Comments
Post a Comment