Skip to main content

Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત

અમરેલી  :   અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક અનરાધાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ક્રાકચ અને ભોરિંગડા વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે નદી-નાળાઓમાં અચાનક પૂર આવ્યું હતું. આ દરમિયાન બાઇક પર પસાર થઈ રહેલા ભોરિંગડા સ્થિત નાલંદા સ્કૂલના સંચાલક જગદીશ રંગપરા પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે બાઇક પર સવાર સ્કૂલના પ્રિન્સિપાલનો આબાદ બચાવ થયો હતો.

ક્રાકચ-ભોરિંગડા વિસ્તારમાં ધોધમાર વરસાદથી નદીમાં પૂર

લીલીયા તાલુકાના ક્રાકચ અને ભોરિંગડા સહિતના વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ વરસતા નદી અને વોંકળાઓમાં ભારે પાણીની આવક થઈ હતી. થોડા જ સમયમાં પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર જોખમી બની ગઈ હતી.

પાણીના પ્રચંડ પ્રવાહમાં બાઇક સાથે તણાયા સ્કૂલના સંચાલક

પ્રાથમિક માહિતી અનુસાર, ભોરિંગડા સ્થિત નાલંદા સ્કૂલના સંચાલક જગદીશ રંગપરા બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક આવેલા પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. પાણીનો પ્રચંડ પ્રવાહ તેમને બાઇક સહિત અંદાજે એક કિલોમીટર સુધી ખેંચી ગયો હતો. ઘટનામાં તેમનું દુઃખદ મોત થયું હતું. જગદીશ રંગપરા સાથે બાઇક પર સવાર નાલંદા સ્કૂલના પ્રિન્સિપાલનો સ્થાનિક લોકો અને બચાવ કામગીરીના પ્રયાસોથી આબાદ બચાવ થયો હતો. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

આ પણ વાંચો- Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ

મૃતદેહ લીલીયા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે શોધખોળ બાદ મૃતકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લીલીયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત હોવાથી નદી, નાળા અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા સ્થાનિક તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. અચાનક આવતા પૂરના કારણે જીવલેણ અકસ્માતો સર્જાઈ શકે છે, તેથી જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો- Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...