Gujarat Rain Forecast: હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાત પર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય સિસ્ટમની અસર જોવા મળી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ જોરદાર બનશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને  રાખીને હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 5 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે તેવી શક્યતા હોવાથી રેડ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે ક્યાં જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ?

ગીર સોમનાથ
અમરેલી
ભાવનગર
સુરત
તાપી
ડાંગ
નવસારી
વલસાડ

આજે ક્યાં જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ?

જૂનાગઢ
રાજકોટ
ભરૂચ
વડોદરા
નર્મદા
છોટાઉદેપુર

આજે ક્યાં જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ?

પોરબંદર
બોટાદ
આણંદ
પંચમહાલ
દાહોદ

વરસાદની સાથે જ રાજ્યમાં 7 જુલાઈ સુધી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને ઊંચા મોજાંને કારણે દરિયો તોફાની બનવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરતાં બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર પણ સતર્ક બન્યું છે. ભારે વરસાદ અને પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય તો પ્રવાસ ટાળવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Rain Forecast: મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર, મુંબઇ જળબંબાકાર

મુંબઈ, ગુજરાત અને કેરળમાં ભારે અને રેકોર્ડબ્રેક વરસાદ

એક તરફ મુંબઈ, ગુજરાત અને કેરળ જેવા રાજ્યો ભારે તેમજ રેકોર્ડબ્રેક વરસાદથી પ્રભાવિત થયા છે, જ્યારે બીજી તરફ ઉત્તર અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં ચોમાસાની ધીમી ગતિએ ખેડૂતો અને સામાન્ય લોકોને નિરાશ કર્યા છે.

હિમાચલ પ્રદેશમાં શનિવારે સવારે હળવો હિમવર્ષા અને અનેક સ્થળોએ વરસાદ નોંધાયો હતો.  વરસાદના લીધે હિમાચલમાં 25 રસ્તાઓ બંધ છે, જેને ફરી શરૂ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે રવિવારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Comments
Post a Comment