Skip to main content

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

Ambalal Patel weather forecast: ગુજરાતના સુપ્રસિદ્ધ અને ખેડૂતોના પરમ મિત્ર ગણાતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે અચાનક જ એક વીડિયો સંદેશ જાહેર કરીને હવે પછી ક્યારેય આગાહી નહીં કરવાનો મોટો નિર્ણય લેતા જ સમગ્ર રાજ્યના ખેડૂત આલમમાં ભારે મૂંઝવણ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. બનાસકાંઠા, ગીર સોમનાથ અને અમરેલી સહિતના વિવિધ જિલ્લાના ખેડૂતો તરફથી આ અંગે ઉગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ગીર સોમનાથના ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા આપવામાં આવેલી ચીમકીઓ અને ત્રાસથી કંટાળીને અંબાલાલ કાકાએ આ આકરો નિર્ણય લીધો છે, જેને પગલે ખેડૂતોમાં વિજ્ઞાન જાથા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જગતના તાતની એક જ માંગ છે કે અંબાલાલ કાકાએ કોઈપણ દબાણમાં આવ્યા વગર ખેડૂતોના હિતમાં પોતાની આગાહીઓ ચાલુ રાખવી જ જોઈએ.

ખેડૂતોનું કહેવું છે કે પ્રકૃતિના તત્વો પર કોઈ સચોટ દાવો ન કરી શકે, પરંતુ અંબાલાલ કાકાના વર્ષોના અનુભવ, પવનની દિશા, ગ્રહોની હલચલ અને તારાઓની ગતિવિધિના ગણિત પર આધારિત અનુમાનો 70% થી 80% અને ચોમાસા દરમિયાન તો 99% સુધી સાચા સાબિત થતા આવ્યા છે. વર્ષ 2015 અને 2017 માં આવેલા વિનાશક પૂર વખતે પણ તેમની આગાહીઓ અક્ષરશઃ સાચી પડી હતી. શિયાળા અને ઉનાળામાં થતા કવખતના માવઠાની અગાઉથી જાણ થવાના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં પડેલી કૃષિ પેદાશો અને જણસોની યોગ્ય વ્યવસ્થા કરીને કરોડો રૂપિયાનું નુકસાન થતું બચાવી શકતા હતા.

અમરેલી અને ગીર સોમનાથના ખેડૂતોએ આકરા શબ્દોમાં જણાવ્યું છે કે, વિજ્ઞાન જાથા કોઈ સરકારી સંસ્થા નથી કે જે કોઈની ભૂલો કાઢતી ફરે. જાથાવાળા માત્ર સસ્તા પ્રચાર અને પોતાના નામ માટે આવા પ્રોપેગેન્ડા ઊભા કરીને અંબાલાલ કાકા પર દબાણ લાવી રહ્યા છે, જે અત્યંત દુઃખદ બાબત છે. ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો છે કે જયંત પંડ્યાને શું ખબર હોય કે ખેતી કેવી રીતે થાય? જો વિજ્ઞાન જાથાને સમાજસેવાનો એટલો જ ઉભરો આવતો હોય તો સૌરાષ્ટ્રના કેટલાય ગામડાઓમાં ચાલતા દંભ, ભુવા પ્રથા અને પશુબલી જેવા કુરિવાજો કેમ બંધ નથી કરાવતા?

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...

ગુજરાતના ખેડૂતોએ એકસૂરે અંબાલાલ કાકાને હિંમત આપતા કહ્યું છે કે, આવા ક્ષણિક દબાણોની ચિંતા કર્યા વગર તેઓ પોતાની આગાહીઓ ચાલુ રાખે. વિજ્ઞાન જાથાએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ અને આગાહીકારને પોતાના નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ, કારણ કે અંબાલાલ પટેલની આગાહીઓ માત્ર આંકડા નથી પણ ખેડૂતો માટે તેમનો પાક બચાવવાની જીવાદોરી છે.

આ પણ વાંચોઃ 13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...