ખેડાના કપડવંજ નજીક હૃદયદ્રાવક ઘટના: બે બાળકો સાથે માતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, જાણો શું છે ઘટના

ખેડા: કપડવંજ નજીક નર્મદા કેનાલમાં મહિલાએ બે બાળકો સાથે ઝંપલાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને  ત્રણેયની શોધખોળ શરૂ કરી છે.

ખેડા: કપડવંજ  હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કપડવંજ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં મહુધા તાલુકાના મહીસા ગામની એક પરિણીત મહિલાએ પોતાના બે બાળકો સાથે મોડી રાત્રે છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ કપડવંજ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે રાત્રિનો સમય અને અંધારું હોવાથી કેનાલમાં અસરકારક રીતે શોધખોળ કરવી શક્ય બની ન હતી.

આથી આજે વહેલી સવારથી ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા કેનાલમાં ત્રણેયની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં મહિલાની ઓળખ મહુધા તાલુકાના મહીસા ગામની રહેવાસી તરીકે થઈ  છે. મહિલાએ બાળકો સાથે આ પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જો કે પ્રાથમિક તપાસ મુજબ મળતી માહિતી મુજબ, કોઈ કારણોસર મોડી સાંજે મહિલાએ પોતાના બે બાળકો સાથે નહેરમાં ઝંપલાવી દીધું હતું. મહિલાના પિતા દ્વારા સાસુ સસરાના ત્રાસને કારણે તેમની દીકરીએ નહેરમાં ઝંપલાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલિસના જણાવ્યા મુજબ, પોલિસને જાણ કરવામાં આવતા જનરક્ષક 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલિસ દ્વારા શોધખોળ કરવા સહિતની ઘટના મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, બે બાળકોમાં જોવા મળ્યા શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો

આ સમગ્ર મામલે જ્યારે પરિણીત મહિલાના પિતા સાથે વાત કરવામાં આવી તો પિતા  જુવાનસિંહે જણાવ્યું હતું કે, "મારી દીકરી મારો ભાણો અને ભાણી નહેરમાં પડ્યા છે એવો પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો આ સમયે  . હુ નોકરી પર હતો. હું નોકરીથી તાબડતોબ પહોંચ્યો પિતાએ આ ઘટના માટે દીકરાના સાસુ-સસરા પર આક્ષેપ કરતા તેમને જવાબદાર ઠેરવ્યા છે. પોલીસે બંને પરિવારના નિવેદન લઇને ઘટનાની આગાળ તપાસ શરૂ કરી છે.

Comments
Post a Comment