Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ

Botad Crime News: બોટાદમાંથી હત્યાની એક હચમચાવી નાંખનારી ઘટના સામે આવી છે. બોટાદના ખસ રોડ પર ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા જેવી સામાન્ય બાબતમાં થયેલી જૂની અદાવતનું સમાધાન કરવા ભેગા થયેલા યુવકો પર પાંચ શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ લોહિયાળ જંગમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેને બચાવવા વચ્ચે પડેલા અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

માહિતી મુજબ, આ સમગ્ર વિવાદની શરૂઆત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી થઈ હતી. ભોગ બનનાર પક્ષના એક યુવકે મુખ્ય આરોપીની બહેનના ઇન્સ્ટાગ્રામ આઇડી પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. આ બાબતની જાણ યુવતીના ભાઈને થતાં અગાઉ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ જૂના ઝઘડા અને વિવાદનો સુખદ અંત લાવવા માટે બંને પક્ષોએ પરસ્પર સંમતિથી બોટાદના ખસ રોડ પર સમાધાનની બેઠક ગોઠવી હતી.

Gujarat Rain: ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં વરસશે વરસાદ, જાણો અપડેટ

જો કે, સમાધાનની ચર્ચા દરમિયાન મામલો વધુ બિચક્યો હતો અને વાતચીત ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા પાંચ શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરા ભાગરૂપે પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયારો કાઢી સામા પક્ષના યુવકો પર હિચકારો હુમલો કરી દીધો હતો. હુમલો એટલો ભયાનક હતો કે એક યુવક લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું હતું. હુમલાખોરો ગુનો આચરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Comments
Post a Comment