Skip to main content

Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ

Chandipura Virus :સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ સાથે હિંમતનગરમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા માસૂમોના મોતથી  આંક પાંચ પર પહોંચ્યો  છે. મળતી માહિતી મુજબ, પોશીના તાલુકાના સરહદી વિસ્તારમાંથી બે વર્ષની બાળકીને 9 જુલાઈના રોજ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

જો કે, રિપોર્ટ આવે તે પહેલાં જ સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. હોસ્પિટલમાં બે દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી, પરંતુ તબીબોના તમામ પ્રયાસો છતાં બાળકીનો જીવ બચાવી શકાયા ન હતા.મૃતક બાળકી મૂળ રાજસ્થાનની હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેને પોશીના વિસ્તારમાંથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. હાલ બાળકીના સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. આરોગ્ય વિભાગ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ જરૂરી તપાસ અને દેખરેખ રાખી રહ્યો છે.

આ પણ વાંચો: રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા બાદ હવે મહેસાણામાં પણ ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી ત્રણ વર્ષની બાળકીનું મોત થતાં ચિંતા વધુ વધી છે.  મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં એક બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. બાળકને વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જિલ્લામાં પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગે તાત્કાલિક સર્વેલન્સ અને સાવચેતીના પગલાં શરૂ કર્યા છે.

આ તરફ ચાંદીપુરા વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડ પર છે. સાબરકાંઠા અને દાહોદમાં કેસ નોંધાયા બાદ માલપુર અને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત-રાજસ્થાન સરહદી ગામોમાં આરોગ્ય ટીમો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય નામની નાની માખીના કરડવાથી ફેલાય છે. કાચા મકાનો અને ભેજવાળા વિસ્તારોમાં આ માખીનું પ્રમાણ વધુ જોવા મળતું હોવાથી આવા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વાલીઓને બાળકોમાં તાવ, બેભાન થવું, ખેંચ આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલમાં લઈ જવા અપીલ કરવામાં આવી છે.

ચાંદીપુરાના દર્દીઓ સામે આવતા હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં બાળ દર્દીઓ માટેની સારવાર વ્યવસ્થા અને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત દર્દીઓના સ્વજનો સાથે વાતચીત કરીને જરૂરી આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં પણ અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી છ બાળકોના મોત થયાની માહિતી સામે આવી છે. વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓને વધુ સતર્ક રહેવા અને સમયસર સારવાર સાથે નિવારક પગલાંને પ્રાથમિકતા આપવા સૂચના આપી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...