Rain Updates News: રાજકોટ ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભિક તબક્કામાં નહિવત વરસાદ પડવાના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગંભીર જળસંકટની સ્થિતિ ઊભી થઈ છે. હવામાન વિભાગ અને સિંચાઈ વિભાગના અહેવાલો મુજબ, તાજેતરમાં અપૂરતી મેઘમહેરના લીધે રાજકોટ જિલ્લાના મુખ્ય 26 જળાશયો સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો ખાલીખમ જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પાણીનો બગાડ અટકાવવા અને વૈકલ્પિક આયોજન હાથ ધરવા તાકીદની બેઠકો શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના સિંચાઈ વિભાગના સત્તાવાર આંકડાઓ અનુસાર, જિલ્લાના મુખ્ય 26 જળાશયો અત્યારથી જ 50 ટકા ખાલી થઈ ચૂક્યા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં વરસે, તો પીવાના પાણીની કટોકટી વધુ ઘેરી બનવાની ભીતિ છે. રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની જીવાદોરી સમાન ભાદર ડેમમાં અત્યારે માત્ર 43 ટકા અને ન્યારી ડેમમાં માત્ર 24 ટકા જ જળ સંગ્રહ બચ્યો છે. આ ચિંતાજનક આંકડા દર્શાવે છે કે શહેરીજનોએ આવનારા દિવસોમાં પાણીનો અત્યંત કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડશે.

મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ

પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે જિલ્લાના વેરી ડેમ અને છાપરવાડી ડેમ-2 ને સંપૂર્ણપણે ખાલી જાહેર કરવામાં આવ્યા છે. આ બંને જળાશયોના તળિયા દેખાઈ જતાં આસપાસના ડઝનથી વધુ ગામડાઓમાં ખેતી તેમજ પીવાના પાણી માટે ભારે હાલાકી શરૂ થઈ ગઈ છે. સ્થાનિક ખેડૂતો ચિંતાતુર બન્યા છે કારણ કે વાવણી લાયક વરસાદ બાદ જો ડેમો ખાલી રહેશે તો ઊભા પાકને બચાવવો અશક્ય બની જશે.

સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, નર્મદા યોજનાની પાઈપલાઈન દ્વારા કેટલાક જળાશયોને ભરવા માટેની રજૂઆત સરકાર સ્તરે કરવામાં આવી છે. જો કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાવાના લીધે ભૂગર્ભ જળ પણ નીચે ઉતરી રહ્યા છે, જેના કારણે કૂવા અને બોરવેલ સૂકાઈ રહ્યા છે. જો જુલાઈના અંત સુધીમાં સંતોષકારક વરસાદ નહીં વરસે, તો ખેતીની સાથે-સાથે પશુપાલન અને સ્થાનિક ઉદ્યોગો પર પણ માઠી અસર થવાની પૂરેપૂરી સંભાવના છે.

Comments
Post a Comment