Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો

Gir Somnath Teacher Alcohol Controversy: ગીર સોમનાથ જિલ્લાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ-7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પાસે શાળાના જ એક શિક્ષકે રૂપિયા આપીને ગામમાંથી દારૂ મંગાવ્યો હોવાનો સનસનાટીભર્યો આરોપ લાગ્યો છે.

ગત જૂન મહિનામાં આચાર્યને મળેલી ચોંકાવનારી માહિતીના આધારે જ્યારે વિદ્યાર્થીની પૂછપરછ કરવામાં આવી, ત્યારે આ સમગ્ર કરતૂતનો પર્દાફાશ થયો હતો. પવિત્ર ગણાતા શાળાના પરિસરમાં નૈતિક મૂલ્યોનું ચીરહરણ કરનાર આ શિક્ષક વિરૂદ્ધ આચાર્યે તાલુકા શિક્ષણાધિકારીને લેખિત ફરિયાદ સોંપીને કડક કાનૂની અને વહીવટી પગલાં લેવાની ઉગ્ર માંગ કરી છે, જેના કારણે સ્થાનિક વાલીઓ અને સમગ્ર પંથકમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

ઘટનાની વિગતો મુજબ, શાળાના આચાર્યને માહિતી મળી હતી કે ધોરણ-7ના એક વિદ્યાર્થીને સંબંધિત શિક્ષકે રૂ. 500 આપીને ગામમાંથી દારૂ ખરીદી લાવવા માટે મોકલ્યો હતો. આચાર્યે તુરંત જ વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈને પ્રેમપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન માસૂમ વિદ્યાર્થીએ ગભરાતા ગભરાતા જણાવ્યું કે, આ કોઈ પ્રથમ ઘટના નથી, પરંતુ આ અગાઉ પણ તે અનેક વખત આ શિક્ષક માટે ગામમાંથી દારૂ લાવી ચૂક્યો છે. શિક્ષક તેને લાલચ આપીને દારૂ લેવા મોકલતા હોવાનો સ્વીકાર વિદ્યાર્થીએ કર્યો હતો.

Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ

આ સમગ્ર મામલે મીડિયા અહેવાલ અને તપાસમાં મોટો ખુલાસો થયો છે કે ગામમાં આવેલ 'રાજ પાન સેંટર એન્ડ કોલ્ડ્રીંક્સ' નામની દુકાનમાંથી આ દારૂ ખરીદવામાં આવતો હતો. એબીપી અસ્મિતાની ટીમ જ્યારે આ આખા નેટવર્કની પડતાલ કરવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી, ત્યારે મીડિયાની ધાક અને કાયદાના ડરથી સંબંધિત દુકાનદાર તુરંત જ દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો હતો.

આ અહેવાલ સોશિયલ મીડિયા અને વહીવટી તંત્ર સુધી પહોંચતા જ તાલુકા શિક્ષણાધિકારીએ આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. તેમણે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, આરોપી શિક્ષક સામે તુરંત જ એફઆઈઆર (FIR) નોંધાવવા માટે શાળાના આચાર્યને કડક સૂચના આપી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરાયા બાદ કાયદાના દાયરામાં રહીને શિક્ષકને સસ્પેન્ડ કરવા સહિતની કડકમાં કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Comments
Post a Comment