Skip to main content

Gujarat Rain: ગુજરાતમાં 22 કલાકમાં 102 તાલુકામાં મેઘમહેર, બારડોલીમાં સૌથી વધુ 7.68 ઈંચ ખાબક્યો

Gujarat Rain News: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર ઇનિંગ શરૂ થઈ ચૂકી છે. બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરૂવારે સવારે 4 વાગ્યા સુધીના છેલ્લા 22 કલાકમાં રાજ્યના 102 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતના બારડોલીમાં સૌથી વધુ 7.68 ઈંચ અને પલસાણામાં 7.56 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતમાં અત્યારે સક્રિય થયેલી મજબૂત મોન્સૂન સિસ્ટમના કારણે સુરત, વલસાડ અને તાપી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં 1થી 4 ઈંચ જેટલો ધીમો અને મક્કમ વરસાદ પડતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી ગયો છે.

ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી: સુરતમાં 2.60 ઈંચ વરસાદથી જળબંબાકાર, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે આકાશી આફત જેવો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 22 કલાકના સત્તાવાર આંકડા મુજબ, વલસાડના વાપીમાં 7.4 ઈંચ, સુરતના મહુવામાં 7.13 ઈંચ અને ઉમરગામમાં 7.05 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત સુરતના અંબિકામાં 6.06 ઈંચ, માળિયા હાટીનામાં 5.28 ઈંચ અને માંગરોળમાં 4.76 ઈંચ વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું હતું. રાજ્યના 58 તાલુકાઓ એવા છે જ્યાં 1થી પોણા આઠ ઈંચ સુધીનો ભારે વરસાદ તૂટી પડ્યો છે, જ્યારે અન્ય 53 તાલુકાઓમાં 1થી 6 ઈંચ સુધીની નોંધપાત્ર હાજરી રહી છે. વલસાડ, પારડી અને ઉમરપાડામાં પણ ભારે પવન સાથે પડેલા વરસાદે વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.

બીજી તરફ, સૌરાષ્ટ્રના રાજકોટના લોધિકામાં 3.35 ઈંચ, જૂનાગઢના ભેંસાણ અને કેશોદ સહિતના વિસ્તારોમાં વાવણીલાયક ઉત્તમ વરસાદ થયો છે. કાળઝાળ ગરમી બાદ મેઘરાજાની આ ધમાકેદાર પધરામણીથી ગ્રામીણ વિસ્તારોના જળાશયોમાં નવા નીર આવ્યા છે. કૃષિ નિષ્ણાતોના મતે આ વરસાદ પાક માટે અમૃત સમાન સાબિત થશે, જેથી સૌરાષ્ટ્રના ખેડૂતો વાવણીના કાર્યોમાં જોતરાઈ ગયા છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...