Skip to main content

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ

Gujarat Rain:  ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે.

જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ, નવસારી જિલ્લામાં ધોધમાર વરસ્યો

હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 4.80 ઈંચ, પારડીમાં 3.82 ઈંચ અને પલસાણામાં 3.07 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ચીખલીમાં 2.48 ઈંચ, મહુવામાં 2.17 ઈંચ, નાનાપોંઢામાં 1.97 ઈંચ, કપરાડામાં 1.85 ઈંચ, બારડોલી અને સુરત શહેરમાં 1.73-1.73 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગણદેવીમાં 1.65 ઈંચ, ઉમરપાડામાં 1.54 ઈંચ, વાલોડમાં 1.50 ઈંચ, ઉમરગામમાં 1.42 ઈંચ અને વાપીમાં 1.38 ઈંચ વરસાદ વરસ્યો છે.

નવસારીમાં બે કલાકમાં ધોધમાર વરસાદ

નવસારી શહેર અને જિલ્લામાં આજે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. માત્ર બે કલાકમાં જ જલાલપોરમાં 2.36 ઈંચ, નવસારીમાં 2.13 ઈંચ અને ગણદેવીમાં 1.61 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શાંતાદેવી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે કેટલીક દુકાનો અને સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું.

નવસારીના જલાલપોરમાં 24 કલાકમાં 5.75 ઈંચ વરસાદ બાદ આજે સવારે 6થી 8માં વધુ અઢી ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જલાલપોર ઉપરાંત નવસારી શહેરમાં 2.13 ઈંચ જ્યારે ગણદેવીમાં 1.61 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી નવસારી શહેરના રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. શાંતાદેવી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દુકાનો અને સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

જૂનાગઢ અને ધોરાજીમાં પણ વરસાદી માહોલ

સૌરાષ્ટ્રમાં પણ વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટાં વરસ્યાં છે. ભવનાથ સહિત શહેરના વિવિધ વિસ્તારો તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...