Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. રાજ્યના કુલ 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં 15 તાલુકામાં 7થી 18 ઈંચ સુધીનો અતિભારે વરસાદ વરસ્યો છે, જ્યારે 38 તાલુકામાં 2થી 6.50 ઈંચ સુધી વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર અને વાહન વ્યવહાર પર અસર જેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણામાં 18.19 ઈંચ નોંધાયો છે. ત્યારબાદ કામરેજમાં 17.40 ઈંચ અને નવસારીમાં 15.28 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં પણ 14.09 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વલસાડ જિલ્લાના કપરાડામાં 12.68 ઈંચ, નવસારીના જલાલપોરમાં 11.02 ઈંચ તેમજ સુરતના બારડોલીમાં 9.37 ઈંચ વરસાદ નોંધાયો છે.

અન્ય વિસ્તારોની વાત કરીએ તો ડોલવણમાં 8.90 ઈંચ, સુરતના મહુવામાં 8.86 ઈંચ અને ડાંગ જિલ્લામાં પણ 8.86 ઈંચ વરસાદ નોંધાયો છે. ગણદેવીમાં 7.72 ઈંચ, વાલોડમાં 7.44 ઈંચ અને ચીખલીમાં 7.36 ઈંચ વરસાદ વરસ્યો છે. વ્યારામાં 6.65 ઈંચ, નાનાપોંઢામાં 6.38 ઈંચ, ઉમરપાડામાં 6.34 ઈંચ અને ચોર્યાસીમાં 6.26 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર

વધુમાં ધરમપુરમાં 5.98 ઈંચ, સોનગઢમાં 5.71 ઈંચ, વાંસદામાં 5.67 ઈંચ, વઘઈમાં 5.35 ઈંચ અને ખેરગામમાં 5.31 ઈંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં 4.92 ઈંચ, માંડવીમાં 4.88 ઈંચ, ઉકાઈમાં 4.72 ઈંચ અને વલસાડમાં 4.02 ઈંચ વરસાદ વરસ્યો છે. નેત્રંગમાં 3.66 ઈંચ, નાંદોદમાં 3.58 ઈંચ, દહેગામમાં 3.50 ઈંચ, ડેડીયાપાડામાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ઓલપાડમાં 3.07 ઈંચ, વાગરામાં 2.99 ઈંચ, ઉમરગામમાં 2.95 ઈંચ, પ્રાંતિજમાં 2.87 ઈંચ, ધનસુરામાં 2.83 ઈંચ અને હાંસોટમાં 2.76 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક નદી-નાળાઓમાં જળસ્તર વધ્યું છે અને સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા રાખવા તેમજ જરૂરી સાવચેતીના પગલાં લેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

શાળા-કોલેજોમાં રજા જાહેર

સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે તાપી જિલ્લામાં પણ તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ સુરતમાં કાપડ બજારથી લઈને વેપારી વિસ્તારો સુધી પાણી ઘૂસતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સતત વરસાદને કારણે સુરતમાં છેલ્લા 36 કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે અને શહેરમાં 85 વર્ષનો વરસાદનો રેકોર્ડ પણ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે.

Comments
Post a Comment