Gujarat Rain Forecast: રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

Gujarat Rain Forecast: હવામાન વિભાગે રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.ઉલ્લેખનિય છે કે, મુંબઇ અને ગુજરાતની વચ્ચે એક શિયરઝોન બનેલો છે. જેના કારણે મુંબઇ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. 5 જુલાઇ આજથી મોનસૂન ગતિ પકડશે અને અન્ય જિલ્લાઓને પણ ચોમાસું આવરી લેશે, હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 5 જુલાઇએ ભારેથી અતિભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. સૌરાષ્ટ્રમાં 6 જુલાઇ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મધ્યમથી ભારે વરસાદ 10 જુલાઇ સુધી વરસતો રહશે.

આ જિલ્લામાં 10 જુલાઇ સુધી વરસાદનું  એલર્ટ

હવામાન વિભાગના અનુમાન મુજબ નવસારી, તાપી, ડાંગ,સુરત, વલસાડ, ભરૂચ,  દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાના વાત કરીએ તો રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગીરસોમાનાથમાં ભારે વરસાદ વરસી શકે છો તો એકાદ જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસતાં પૂરની સ્થિતિ પણ સર્જાઇ શકે છે.આગામી દિવસોમાં એટલે 5 જુલાઇ બાદ  પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શકયતા છે આણંદ, ખેડા, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, મહેસાણા, સાબરકાંઠા. બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલમા વરસાદનું જોર વધી શકે છે.

આ પણ વાંચો: Rain Forecast: મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર, મુંબઇ જળબંબાકાર

ગુજરાતમાં આગામી કેટલાક દિવસો ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે રાજ્ય માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય હવામાન સિસ્ટમના કારણે 10 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 5 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે તેવી શક્યતા હોવાથી રેડ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વરસાદની સાથે જ રાજ્યમાં 7 જુલાઈ સુધી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને ઊંચા મોજાંને કારણે દરિયો તોફાની બનવાની શક્યતા છે.દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરતાં બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

Comments
Post a Comment