Gujarat Rain Forecast: અલનીનોની અસરના કારણે રાજ્યમાં મોનસૂન નબળું પડ્યું છે.  છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હવામાન વિભાગે આગામી 18 જુલાઇથી વાતાવરણમાં ફરી પલટાની અને મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાનના કેટલાક મોડલના અભ્યાસ જણાવે છે કે, બંગાળની ખાડીમાં 18 જુલાઇની આસપાસ એક સિસ્ટમ એક્ટિવ થઇ શકે છે. જેના કારણે ગુજરાત તરફ આવતા પવનને ભેજ મળતાં ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ સિસ્ટમ જો ક્રિએટ થાય તો પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જુલાઇના અંતમાં એટલે કે 27 જુલાઇથી પણ ફરી રાજ્યમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

આજે કયાં પડી શકે છે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ,સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,દિવમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે હળવા ઝાપટા પડી શકે છે.

ક્યાં વરસ્યો હળવો વરસાદ

ગુજરાતમાં કેટલાક  જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા છે. અરવલ્લી જિલ્લામાં મેઘરાજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. શામળાજી, રેલાવાળા, જીતપુર સહિતના અનેક ગામોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વડોદરા ઝાલા, વાવડી, પ્રશ્રાવડા, લોઢવા તેમજ કોડીનારના મૂળ દ્વારકા, ગોહિલની ખાણ અને કડવાસણ ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો:

જૂનાગઢ જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે. જૂનાગઢ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરવાનું શરૂ કર્યું છે. વિવિધ ખેડૂત સંગઠનો અને ખેડૂતોની સતત અપીલ બાદ તેમણે ફરી હવામાન અંગેની આગાહીઓ જાહેર કરવાની શરૂઆત કરી છે. અંબાલાલ પટેલે અગાઉ એબીપી અસ્મિતા પર જાહેરાત કરી હતી કે તેઓ ફરીથી વરસાદ અંગે નિયમિત આગાહી કરશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 14 અને 15 જુલાઈ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તેમણે જણાવ્યું કે, રથયાત્રાના દિવસે હવામાનમાં મહત્વનો પલટો આવશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી છાંટાં પડી શકે છે. આગળની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે 17 અને 18 જુલાઈ દરમિયાન એક નવી હવામાન પ્રણાલી (સિસ્ટમ) સક્રિય થશે. ત્યારબાદ 23 જુલાઈએ વધુ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. તેમના અનુમાન મુજબ મહીસાગર, પંચમહાલ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત 23થી 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મુંબઈ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Comments
Post a Comment