Skip to main content

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ

Gujarat Rain Forecast: હવામાન વિભાગના અનુમાન મુજબ આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. સુરત,નવસારી,વલસાડ,ડાંગ,તાપી,દમણ અને દાદરા-નગર હવેલી આસપાસના વિસ્તારોમાં આજે  વરસાદની સંભાવના છે.

આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આજે અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આજે મધ્ય ગુજકાતના અનેક જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ઝોનમાં પણ હળવો વરસાદ પડી શકે છે. આજે અમદાવાદ,ગાંધીનગર,વડોદરા,આણંદ,ખેડા,પંચમહાલ,દાહોદ,ભરૂચ,નર્મદા રાજકોટ,જામનગર,મોરબી,જૂનાગઢ,ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર,બોટાદ,સુરેન્દ્રનગર,કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ

10 વાગ્યા સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારે 10 વાગ્યા સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે સુરત, તાપી અને નવસારી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી માટે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લખનિય છે કે, અલનીનોની અસરના કારણે રાજ્યમાં વરસાદની ઘટ છે કેટલાક વિસ્તાર એવા છે જે વાવણી માટેના વરસાદની પણ રાહ જોઇ રહયાં છે. આ વિસ્તારમાં માટે રાહતના સમાચાર એ છે કે, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો જુલાઇના અંતમાં ગુજરાતમાં સાર્વત્રિક સારા વરસાદની આશા રાખી શકાય જુદા-જુદા હવામાન વિભાગના મોડલ આ સિસ્ટમના કારણે ગુજરાતમાં જુલાઇમાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કરી રહ્યાં છે.

મુખ્ય અપડેટ:
અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા છે.
સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...