Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડી છે, પરંતુ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. જોકે, 22 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 27થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વડોદરા અને આણંદ સહિતના વિસ્તારોમાં ચાર ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈને ત્રણ ઈંચ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સામાન્યથી હળવો વરસાદ થવાની શક્યતા છે. જોકે, દ્વારકા, પોરબંદર અને જામનગરના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, 24થી 26 જુલાઈ દરમિયાન મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ફરી એકવાર અણધાર્યા વરસાદી માહોલની શક્યતા રહેશે, જ્યારે 9 ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક તબક્કો આવી શકે છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

અંબાલાલ પટેલે આ વરસાદી પરિસ્થિતિ પાછળનું કારણ પણ સમજાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ પેસિફિક મહાસાગરમાં MGO (મેડન-જુલિયન ઓસિલેશન)ની સ્થિતિ નબળી પડતાં નવી હવામાન પ્રણાલીઓ સક્રિય બની રહી છે. હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે અને 24 જુલાઈ બાદ બીજી નવી સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે ગુજરાત સહિત પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ફરી વધવાની સંભાવના છે.

હવામાનની આગાહી

રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. એક સાથે ત્રણ હવામાન પ્રણાલીઓ (સિસ્ટમ) સક્રિય થતાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં પણ આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળવાની સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ વરસાદની ઘટ છે અને અનેક એવા જિલ્લા છે જ્યાં વાવણી પણ નથી થઇ ત્યારે જુલાઇના બીજા ભાગમાં વરસાદની આગાહી ખેડૂતો માટે રાહત રૂપ સમાચાર છે.

Comments
Post a Comment