Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ

Gujarat rain live updates: રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરતાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 225 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. રાજ્યના 16 તાલુકામાં 4 ઈંચથી લઈને 8.58 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે 52 તાલુકામાં 1 થી 4 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં 8.58 ઈંચ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ વરસાદ રહ્યો છે. ત્યારબાદ સુરત જિલ્લાના કામરેજમાં 6.46 ઈંચ, વલસાડ જિલ્લાના પારડીમાં 6.34 ઈંચ અને ઉમરગામમાં 6.26 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના ઘોઘામાં પણ 6.14 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં 5.91 ઈંચ, કપરાડામાં 5.79 ઈંચ, સુરત શહેરમાં 5.39 ઈંચ અને વલસાડમાં 5.28 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ખેરગામમાં 4.88 ઈંચ, અમરેલી જિલ્લાના લાઠીમાં 4.61 ઈંચ, ભાવનગરમાં 4.49 ઈંચ અને સિહોરમાં 4.45 ઈંચ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના બાબરામાં 4.37 ઈંચ અને અમરેલી શહેરમાં 4.25 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં 4.21 ઈંચ, વડોદરા જિલ્લાના શિનોરમાં 3.90 ઈંચ, મહિસાગરના ખાનપુરમાં 3.86 ઈંચ અને સાવરકુંડલામાં 3.82 ઈંચ વરસાદ વરસ્યો છે.

તાપી જિલ્લાના ડોલવણમાં 3.79 ઈંચ, વલસાડ જિલ્લાના ધરમપુરમાં 3.62 ઈંચ, વડોદરા જિલ્લાના ડભોઈમાં 3.54 ઈંચ અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં 3.39 ઈંચ અને ઉમરાળામાં 3.15 ઈંચ વરસાદ વરસ્યો છે.

નર્મદા જિલ્લાના સાગબારામાં 3.11 ઈંચ, નવસારી જિલ્લાના ગણદેવીમાં 2.95 ઈંચ અને  માળિયામાં 2.87 ઈંચ અને નવસારી શહેરમાં 2.88 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત સુરત જિલ્લાના માંગરોળમાં 2.76 ઈંચ, અમરેલી જિલ્લાના લીલીયામાં 2.68 ઈંચ  વરસાદ વરસ્યો છે. વડોદરા જિલ્લાના પાદરામાં 2.48 ઈંચ, ભરૂચ જિલ્લાના વાલિયામાં 2.48 ઈંચ, ડાંગ જિલ્લામાં 2.40 ઈંચ, નવસારી જિલ્લાના ચીખલીમાં 2.36 ઈંચ અને વડોદરા શહેરમાં 2.32 ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના વઘઈ તેમજ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને તાપી જિલ્લાના વાલોડમાં 2.20 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાનની સ્થિતિને જોતા આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે વરસાદને પગલે નદી-નાળાઓમાં પાણીની આવક વધી રહી છે અને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

Comments
Post a Comment