Skip to main content

Gujarat Weather Forecast: રાજ્યભરમાં મેઘમહેર, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

Weather Forecast: રાજ્યભરમાં મેધમહેરની સ્થિતિ યથાવત છે. સમગ્ર રાજ્યને ચોમાસાએ આવરી લેતા મોટાભાગના જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે પણ મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગે આજે ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પંચમહાલ, મહેસાાણા, પાટણ, વડોદરામાં વરસાદની આગાહી કરી છે. ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગે સવારે 10 વાગ્યા સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે વરસાદને લઈને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

સૌથી વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. નવસારી અને વલસાડ જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ અને સુરત જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આણંદ, અરવલ્લી, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. વડોદરા જિલ્લામાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસવાની શક્યતાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

મહેસાણાના કડીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, માત્ર 2 કલાકમાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર સ્થિતિ

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ભારે વરસાદ વરસાવ્યો છે. રાત્રે માત્ર બે કલાકના સમયગાળામાં 8 ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ રાત્રે 2 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન કડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સતત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. ભારે વરસાદના કારણે કડીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કડી રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી. ઉપરાંત કરમનગર રોડ અને એસ.વી. કેમ્પસ નજીકના વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...