Monsoon Update: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી

Monsoon Update News: રાજ્યમાં ચોમાસું જામ્યુ છે, હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે હળવાથી લઈને અતિભારે વરસાદની ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ મોસમી ફેરફાર પવનની તીવ્ર ગતિ અને વાતાવરણમાં સર્જાયેલા ભારે દબાણના કારણે સર્જાયો છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુદરતી આફત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

હવામાન વિભાગના અહેવાલ અનુસાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રચંડ વેગે પવન ફૂંકાવા સાથે ગાજવીજ અને તીવ્ર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લીધે વ્યાપક નુકસાનની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે વહીવટી તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે.

Rain: ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી

હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાઓમાં આકાશમાં વીજળીના ભયાનક કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ ત્રાટકશે. આ દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે એટલે કે 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે ફૂંકાવાની શક્યતા છે, જે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ મુશળધારથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ, સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામશે. જ્યારે જુનાગઢ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભાવના છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે, જ્યાં પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાનો અંદાજ છે. ખરાબ હવામાનને જોતા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.

Comments
Post a Comment