Skip to main content

Rain Forecast: 17-18 જુલાઈથી નવી સિસ્ટમ એક્ટિવ થશે સક્રિય, આ જિલ્લામાં વરસશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 17 અને 18 જુલાઈ આસપાસ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જો કે ભારે વરસાદની શક્યતા નથી.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ  પડવાની સંભાવના છે. ત્યારબાદ 22થી 30 જુલાઈ વચ્ચે વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેના કારણે અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે.  તેમણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના હોવાનું જણાવ્યું છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, રથયાત્રાના દિવસે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે, જેના કારણે યાત્રામાં જોડાનારા ભક્તો અને આયોજકોએ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી તૈયારી રાખવી જોઈએ.જો કે, આ આગાહી હવામાનના વર્તમાન પરિબળોના આધારે કરવામાં આવી છે અને પરિસ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા રહેતી હોવાથી નાગરિકોને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓ પર પણ નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

હવામાન વિભાગની આગાહી

અલનીનોની અસરના કારણે રાજ્યમાં મોનસૂન નબળું પડ્યું છે.  છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હવામાન વિભાગે આગામી 18 જુલાઇથી વાતાવરણમાં ફરી પલટાની અને મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાનના કેટલાક મોડલના અભ્યાસ જણાવે છે કે, બંગાળની ખાડીમાં 18 જુલાઇની આસપાસ એક સિસ્ટમ એક્ટિવ થઇ શકે છે. જેના કારણે ગુજરાત તરફ આવતા પવનને ભેજ મળતાં ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ સિસ્ટમ જો ક્રિએટ થાય તો પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જુલાઇના અંતમાં એટલે કે 27 જુલાઇથી પણ ફરી રાજ્યમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

આજે કયાં પડી શકે છે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ,સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,દિવમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે હળવા ઝાપટા પડી શકે છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...