Rain Forecast: મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર, મુંબઇ જળબંબાકાર

Rain Forecast: હવામાન વિભાગે આગામી 10 જુલાઇ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને જોતા આ વિસ્તારમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. મોનસૂન સિસ્ટમ આગળ લધતાં 13 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતને આવરી લે તેવો  અનુમાન વ્યક્ત કર્યું છે. આ સમય દરમિયાન ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ વરસી શકે છે. આજે ગુજરાત રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે અમદાવાદ, સુરેંદ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો કચ્છ, મોરબી, જામનગર, જૂનાગઢ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ અને ભાવનગરમાં   ઓરેન્જ એલર્ટ. અપાયું છે તો 17 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વિવિધ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાના રાજ્યો ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જમ્મુના અનેક વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે કટરા-સાંઝીછત હેલિકોપ્ટર સેવા સતત પ્રભાવિત રહી છે. રાજ્યમાં 5 અને 6 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઈ, ગુજરાત અને કેરળમાં ભારે અને રેકોર્ડબ્રેક વરસાદ

એક તરફ મુંબઈ, ગુજરાત અને કેરળ જેવા રાજ્યો ભારે તેમજ રેકોર્ડબ્રેક વરસાદથી પ્રભાવિત થયા છે, જ્યારે બીજી તરફ ઉત્તર અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં ચોમાસાની ધીમી ગતિએ ખેડૂતો અને સામાન્ય લોકોને નિરાશ કર્યા છે.

હિમાચલ પ્રદેશમાં શનિવારે સવારે હળવો હિમવર્ષા અને અનેક સ્થળોએ વરસાદ નોંધાયો હતો.  વરસાદના લીધે હિમાચલમાં 25 રસ્તાઓ બંધ છે, જેને ફરી શરૂ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે રવિવારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, યાત્રા પર અસર

ઉત્તરાખંડના કુમાઉં વિભાગમાં શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. પિથોરાગઢ જિલ્લાના ધારચુલામાં 82 મીમી વરસાદ નોંધાયો હતો. ચીનની સરહદને જોડતો ટનકપુર-તવાઘાટ-લિપુલેખ રાષ્ટ્રીય માર્ગ પાંચ સ્થળોએ ભૂસ્ખલન અને કાટમાળના કારણે બંધ થઈ ગયો છે. આદિ કૈલાસ યાત્રા હાલ સ્થગિત રાખવામાં આવી છે. હવામાન વિભાગે રવિવારે નૈનીતાલ અને બાગેશ્વર જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

શિવભક્તોએ કર્યા બાબા બરફાનીના દર્શન

શનિવારે બાલટાલ અને પહલગામ માર્ગથી 20,145 શ્રદ્ધાળુઓએ બાબા બરફાનીના દર્શન કર્યા હતા. છેલ્લા બે દિવસમાં કુલ 32,313 શ્રદ્ધાળુઓ અમરનાથ ગુફામાં દર્શન કરી ચૂક્યા છે. આ દરમિયાન જમ્મુના આધાર શિબિરથી વહેલી સવારે 259 વાહનોમાં 4,812 શ્રદ્ધાળુઓનો નવો જથ્થો યાત્રા માટે રવાના થયો હતો.

દેશના મોટા ભાગમાં ચોમાસાની ગતિ ધીમી છે  ભારતીય હવામાન વિભાગ (IMD)ના આંકડા મુજબ દેશના મોટા ભાગમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે, જેના કારણે ખેતી પર સંકટ ઊભું થવાની શક્યતા વધી રહી છે.

ઉત્તર અને મધ્ય ભારત દુષ્કાળની કગાર પર

1 જૂનથી 4 જુલાઈ વચ્ચેના આંકડા મુજબ ઉત્તર પ્રદેશમાં સામાન્ય રીતે 118 મીમી વરસાદ થવો જોઈએ, પરંતુ માત્ર 67 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 43 ટકા ઓછો છે. બિહારમાં પણ લગભગ આવી જ સ્થિતિ છે. ત્યાં સામાન્ય 207 મીમી વરસાદ સામે અત્યાર સુધી માત્ર 97.8 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 53 ટકા ઓછો છે.

પંજાબ અને હરિયાણામાં પણ અનુક્રમે 27 ટકા અને 23 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

મધ્ય ભારતના છત્તીસગઢમાં પણ સામાન્ય કરતાં 40 ટકા ઓછો વરસાદ (136.4 મીમી) નોંધાયો છે. વરસાદની આ અછતને કારણે ખેતરોમાં તિરાડો પડી રહી છે અને ધાનની રોપણી માટે ખેડૂતોને હજુ વરસાદની રાહ જોવી પડી રહી છે.

Comments
Post a Comment