Rathyatra 2026: અમદાવાદમાં 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા નીકળવાની છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી તંત્ર દ્વારા સુરક્ષાને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ખાસ કરીને રથયાત્રાના રૂટ પર આવેલા જર્જરીત મકાનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાનાર છે, જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર આવેલા મધ્ય ઝોનમાં કુલ 544 જર્જરીત મકાનોની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી અત્યંત જોખમી એવા 31 મકાનો તોડી પાડવામાં આવ્યા છે, જેથી રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને. જ્યારે અન્ય જર્જરીત મકાનો પર એએમસી દ્વારા જાહેર ચેતવણીની નોટિસ લગાવવામાં આવી છે.

આ પણ વાંચો...Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

આ ઉપરાંત, જોખમી મકાનોની આસપાસ ગ્રીનનેટ લગાવી સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી રાહદારીઓ અને શ્રદ્ધાળુઓને કોઈ જોખમ ન રહે. રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાના હોવાથી તંત્ર સુરક્ષાના દરેક પાસા પર ખાસ ધ્યાન આપી રહ્યું છે.

25 વર્ષ બાદ વાસણ શેરીમાં યોજાશે મામેરુ

149મી રથયાત્રામાં ભગવાન જગન્નાથનું 25 વર્ષ બાદ વાસણ શેરીમાં આવેલા તેમના અસલ જૂના મોસાળે 'મામેરું' યોજાશે. વાસણ શેરી સ્થિત રણછોડરાય મંદિરમાં ભક્તોએ આસ્થા અને ઉમંગ સાથે મામેરાના દર્શન કર્યા હતા. ભગવાનને ચાંદીનું સુદર્શન ચક્ર, મોરલી અને હળ અર્પણ કરવામાં આવશે, જ્યારે કલાત્મક વાઘા, અલંકાર અને પાર્વતી શણગાર પણ ભણેજોને અર્પણ કરાશે. આગામી બે દિવસ સુધી વાસણ શેરીમાં મામેરાના દર્શનનો લાભ ભક્તો લઈ શકશે.

ઇલેક્ટ્રિક પોલ અને પાવર બોક્સનું સઘન ચેકિંગ

149મી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષાની પૂર્વ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. દરીયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર આવેલા તમામ ઇલેક્ટ્રિક પોલ અને પાવર બોક્સનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. BDDS (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ) અને ટોરેન્ટ પાવરની ટીમે સંયુક્ત કામગીરી કરીને દરેક ઇલેક્ટ્રિક પોલ અને પાવર બોક્સનું પ્રોપર નિરીક્ષણ કરી માર્કિંગ કર્યું હતું, જેથી રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરી શકાય.

Comments
Post a Comment