Skip to main content

Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Weather Forecast:  ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થશે.  અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આગામી 27 જુલાઇ  સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં મેધરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યાં છે. એક સાથે ચાર- ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે મહિસાગર, પંચમહાલ,દાહોદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. . તો 11 જિલ્લામાં ઓરેંજ એલર્ટ છે.  જાહેર કરવામાં આવ્યું છે.  તો 10 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે ત્રણ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંચમહાલ, દાહોદમાં ,મહિસાગર ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ જિલ્લામાં ઓરેંજ એલર્ટ
હવામાન વિભાગે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઓરેન્જ એલર્ટ: હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ હેઠળ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા-નગર હવેલીમાં આગામી સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોના લોકોને સતર્ક રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

આ જિલ્લામાં યલો એલર્ટ
ભરૂચ, સુરત, ડાંગ , બનાસકાંઠા મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવગનર, બોટાદ, અમદાવાદમાં આજે હવામાન વિભાગે છૂટછવાયો મધ્યમ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

છેલ્લા 24 કલાક 213 તાલુકાઓમાં નોંધાયો વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે જોરદાર બેટિંગ કરી હતી અને કુલ 213 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35.67 ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ અને વલસાડ શહેરમાં 15.87 ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લાના વાંસદામાં 17.13 ઇંચ, ખેરગામમાં 14.09 ઇંચ, ચીખલીમાં 7.91 ઇંચ, ગણદેવીમાં 7.72 ઇંચ, જલાલપોરમાં 7.24 ઇંચ અને નવસારી શહેરમાં 6.93 ઇંચ વરસાદ નોંધાયો હતો.

તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જ્યાં ડોલવણમાં 14.88 ઇંચ, વાલોડમાં 10.08 ઇંચ, વ્યારામાં 9.49 ઇંચ, સોનગઢમાં 7.48 ઇંચ અને ઉકાઈમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાના વઘઈમાં 14.53 ઇંચ તથા સમગ્ર જિલ્લામાં 6.22 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં ઉમરપાડામાં 9.84 ઇંચ, અંબિકામાં 8.74 ઇંચ, પલસાણામાં 8.23 ઇંચ, મહુવામાં 7.09 ઇંચ, ઓલપાડમાં 6.06 ઇંચ, સુરત શહેરમાં 5.04 ઇંચ, કામરેજમાં 4.84 ઇંચ, માંડવીમાં 3.78 ઇંચ અને ચોર્યાસીમાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત, બારડોલીમાં 6.89 ઇંચ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ

અન્ય જિલ્લાઓની વાત કરીએ તો નર્મદા જિલ્લાના નાંદોદમાં 4.17 ઇંચ, ડેડિયાપાડામાં 3.70 ઇંચ અને ચીકદામાં 3.66 ઇંચ, ભરૂચ જિલ્લાના નેત્રંગમાં 3.78 ઇંચ, તેમજ મહિસાગરના કોઠંબામાં 3.66 ઇંચ અને કડાણામાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...