Skip to main content

વડોદરા: પરિક્રમા દરમિયાન નર્મદા મૈયા અને ચિરંજીવ અશ્વસ્થામાના દર્શનની અનુભૂતિ થાય છે: સાવરીયા મહારાજ


વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર

સાવરીયા મહારાજ બચપણથી જ સાવ અલગારી જીવ.ભક્તિભાવના સંસ્કારો જાણે કે પૂર્વ જન્મથી જ અંકુરિત થયેલા હતા. એમણે 8 વર્ષની કુમળી વયે ગીતા કંઠસ્ત કરી લીધી હતી. પરિક્રમાનું એવું ઘેલું કે કોઈ કહે ચાલો માં નર્મદા તમને બોલાવે છે એટલે બધા દુન્યવી કામો પડતાં મૂકી તેમની સાથે જોડાઈ જાય.

જાણે કે પરમાત્માએ એમને નર્મદા પરિક્રમા માટે જ ધરતી પર મોકલ્યા છે. એમની આ અઢળક પરિક્રમા પ્રીતિને લીધે એમને ઓળખનાર બધાંજ એમને નર્મદા પુત્ર તરીકે ઓળખે છે. દેખાવે મહાત્મા ગાંધી જેવા દેખાતા હોવાથી તેઓ છોટે ગાંધી તરીકે પણ ઓળખાય છે.

નિસ્પૃહ એટલા કે માત્ર બે જોડ ભગવા વસ્ત્ર રાખે તેમાં ખિસ્સા રાખતા જ નથી છતાં ક્યારેય માતાએ એમની પરિક્રમા અટકવા દીધી નથી.

તેઓ કહે છે કે કુક્ષી તાલુકાના દેહલ ગામે નર્મદાએ મૈયા સ્વરૂપે એમને સાક્ષાત દર્શન આપ્યા હતાં.

તો 1996માં અમર કંટક દેવ ગંગામાં ભારતના પૂર્વ નાણાં મંત્રી સદગત એચ.એમ.પટેલની યાદમાં ભાગવત કથા યોજાઈ હતી. ઉત્તર કાશીના મહાત્માઓને વિધિવત્ પૂજન માટે તાજા બીલીપત્રોની રોજ જરૂર પડતી.ત્યારે એક અજાણ્યો ભાવિક રોજ બિલી પત્રોની ભારી આપી જાતો. તેમને મતે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ અમરત્વની ભગવાન કૃષ્ણ દ્વારા સજા પામેલા દ્રોણ પુત્ર અશ્વસ્થામા સ્વયં હતા. અમર કંટકથી શુલપાનેશ્વર સુધીના નર્મદા કાંઠે હજુ પણ આ મહાભારતકાલીન મહારથી ફરી રહ્યાં છે એવી પ્રબળ લોક શ્રદ્ધા છે.

બાજરીયા બાપુના આ શિષ્યને નર્મદા માતાએ સતત પરિક્રમા કરવાની ઝંખના અને અદ્ભુત બળ આપ્યું છે. બાકી હણહણતા અશ્વ જેવા યુવાનો પણ એક પરિક્રમા પૂરી કરતાં હાંફી જાય છે ત્યારે 74 વર્ષની વયે યુવાનીના જોમ અને જુસ્સા, તરવરાટથી પરિક્રમા કરતા સાવરિયા મહારાજ મૈયાની કૃપા વગર અવિરત પરિક્રમા કરી જ ના શકે. એવું કહી શકાય કે માં નર્મદા જાતે જ તેમનો થાક હરી લઈને તેમને સતત પરિક્રમા રત રાખે છે. જેની પર માં ની કરુણા વરસે એ શું ના કરી શકે.

https://ift.tt/3zBqbTi

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

આજે શહેરના વોર્ડ નં.6ની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

- રવિવારે માત્ર 29.45 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું - આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાયું સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ડનં-૬ની યોજાયેલ પેટા ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. માત્ર ૨૯.૪૫ ટકા નિરસ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે કોનું નસીબ ખુલશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકાના વોર્ડ-૬ની એક બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૨૯.૫૪ ટકા જ મતદાન થયુ હતુ. આજે મતગણતરી થવાની છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ એક સદસ્યએ રાજીનામુ આપી દીધુ હતુ.  અનેક પાયાની સુવિધાથી વંચિત વોર્ડમાં આ વખતે નિરસ મતદાનમાં મતદારોની નારાજગી વ્યકત થઈ હોવાનું મનાય છે. અનેક મતદારોએ મત આપવા જવાનું ટાળીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તો ૨૯.૫૪ ટકા મતદારોએ મત આપ્યા છે. તેમા નગર પાલીકાના ભાજપના શાસકો પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે કે પરિવર્તનની દીશામાં મતદાન કર્યુ છે તે આજનું પરિણામ નક્કી કરશે. ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ વોર્ડમાં પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા ...