<p style="text-align: justify;"><strong>Jamnagar</strong>: જામનગરના લાલપુર રોડ પર આવેલ ભોળેશ્વર મહાદેવના દર્શને જઈ રહેલા ભક્તોની રિક્ષાને એક કારે જોરદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કરુણ દુર્ઘટનામાં 3 લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજ્યા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં જ પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીજે રાઠોડ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘાયલોને સવરાવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા તેમજ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માતનું ચોક્કસ કારણ અને કોની બેદરકારીથી આ દુર્ઘટના સર્જાઈ તે અંગે ગુનો નોંધીને સઘન તપાસ હાથ ધરી છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw...