Skip to main content
ગાંધીનગરઃ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટે જામીન આપ્યા, જાણો કઈ શરતે જામીન મળ્યા
ગાંધીનગરઃ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટે જામીન આપ્યા છે. ગાંધીનગરમાં ના પ્રવેશવાની શરતે યુવરાજસિંહને જામીન આપવામાં આવ્યા છે. પોલીસ પર ગાડી ચઢાવવાના આરોપમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. આજે યુવરાજસિંહે કરેલી જામીન અરજી પર કોર્ટે સુનાવણી કરી હતી. આ સુનાવણીમાં કોર્ટે યુવરાજસિંહને જામીન આપવનો આદેશ કર્યો હતો અને જ્યાં સુધી ચાર્જશીટ ફાઇલ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં ના પ્રવેશવાની શરતોને આધારે જામીન આપ્યા હતા. આ સાથે કોર્ટની મંજુરી વગર યુવરાજસિંહ ગુજરાત છોડીને બીજા રાજ્યમાં નહી જઈ શકે.
યુવરાજસિંહ જાડેજાની જામીન અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 5 થી 5.30 વાગ્યા સુધીમાં સાબરમતી જેલમાંથી યુવરાજસિંહ જાડેજા જેલ મુક્ત કરવામાં આવશે.
5 એપ્રિલના રોજ ધરપકડઃ
ગત 5 એપ્રિલના રોજ ગાંધીનગરમાં વિદ્યા સહાયકોની ભરતીમાં ઉમેદવારોની માંગ સાથે યુવરાજસિંહ જાડેજા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસ યુવરાજસિંહની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યા પ્રમાણે, યુવરાજસિંહ જાડેજા પોતાની ગાડી લઈને ધરણાં સ્થળ પરથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. યુવરાજસિંહ પોતાની ગાડીમાં ભાગી રહ્યા હતા ત્યારે એક પોલીસ કર્મચારી તેમની ગાડીની અડફેટે આવ્યો હતા. ત્યાર બાદ યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી હતી.
હત્યાના પ્રયાસની કલમ લાગીઃ
પોલીસ કર્મચારી યુવરાજસિંહ જાડેજાને અટકાવા માટે ગાડી આગળ આવી જતાં પોલીસકર્મી ગાડી ઉપર ચડી ગયા હતા. આ સમગ્ર ઘટના યુવરાજસિંહ જાડેજાની કાર પર લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યાર બાદ પોલીસે યુવરાજસિંહ સામે કાર્યવાહી કરતાં તેમની સામે હત્યાનો પ્રયાસ કરવાની કલમ પણ ઉમેરી હતી. સાથે જ સમગ્ર ઘટનાનો વીડિયો પર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે કોર્ટે આ કેસમાં યુવરાજસિંહ જાડેજાને શરતોને આધારે જામીન આપ્યા છે.
આ પણ વાંચોઃ
મોરબીઃ હનુમાનજીની પ્રતિમાના અનાવરણ પ્રસંગે PM મોદીએ મચ્છુ ડેમની દુર્ઘટના યાદ કરી, જાણો શું કહ્યું
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...