Skip to main content
Gujarat Weather: ગુજરાતમાં ફરી ક્યારથી પડશે કાતિલ ઠંડી ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Weather Update:  રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં માવઠું થતાં જગતના તાતની માઠી બેઠી છે તો ઘણી જગ્યાએ કમોસમી વરસાદથી લગ્નમાં ભંગ પડ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. સૌરાટ્રમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય. આવતીકાલથી બે દિવસ પવન ફૂંકાવવાથી ઠંડીનો અનુભવ થશે અને હાલમાં વરસાદ નહીં પડે. અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી જયારે ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં સૌથી ઓછું 6.8 તાપમાન નોંધાયું છે. હાલ ઉત્તરીય પવનની લહેર છે,  આવતીકાલથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાશે.
ઉત્તર ભારતમાં સર્જાયેલા વેર્સ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે વિશેષ કરીને પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેના પગલે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે. હવામાન વિભાગની આગાહી અનુસાર  રાજ્યના અન્ય કેટલાક સ્થળોએ વાદળછાયું વાતાવરણ થઇ શકે છે. અલબત્ત, સોમવારથી વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સની અસર ઓસરી જતાં વરસાદની સંભાવના નહિવત્ છે.
માવઠા બાદ ઠંડીના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી 48 કલાક દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે. જોકે, ત્યારબાદના 3 દિવસ તાપમાન 3-4 ડિગ્રી સુધી ગગડતાં કડકડતી ઠંડી પડી શકે છે.  નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૭ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ નલિયામાં 7 થી 10 ડિગ્રી વચ્ચે તાપમાનની આગાહી છે.
આગામી બે દિવસ અમદાવાદમાં ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાશે. પરંતુ સોમવારથી ઠંડીમાં ફરી વધારાની સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ અમદાવાદમાં આગામી સોમવારથી ગુરુવાર કાતિલ ઠંડી પડશે.
મુરલી વિજયે નિવૃત્તિ જાહેર કરી
સ્ટાઇલિશ ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયે ઈન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 30 જાન્યુઆરીએ બપોરે સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી છે.
આ પણ વાંચોઃ
IND vs NZ : લખનઉમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં બન્યો આ મોટો રેકોર્ડ, એક પણ ટીમ નથી કરી શકી આ કારનામું
Bharat Jodo Yatra: રાહુલ – પ્રિયંકાએ લીધી સ્નોફોલની મજા, દિલને સ્પર્શી જશે ભાઈ-બહેનની આ તસવીરો
Paper Leak: BJP ધારાસભ્ય હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, કહ્યું પેપર લીક રોકવા માટે કાયદો બનાવવો પડે તો પણ બનાવવો જોઈએ
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...