<p><strong>Dakor News:</strong> ડાકોરનું રણછોડરાય મંદિર હાલ ચર્ચાનું કેન્દ્ર છે. વીઆઈપી દર્શન માટે ફી નક્કી કરવામાં આવતા વિવાદ થયો છે. આ દરમિયાન ડાકોર મંદિરમાં સન્મુખ દર્શન માટે 6 શ્રેણીઓમાં આવતા લોકો માટે નિશુલ્ક દર્શનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સિનિયર સિટીઝન અને ગર્ભવતી મહિલાઓ નિશુલ્ક દર્શન કરી શકશે. અન્ય મહિલાઓ 250 રૂપિયા ભરી દર્શન કરી શકશે. સન્મુખ દર્શનના રૂપિયા ભક્તોની સુવિધા માટે વપરાશે. ભવિષ્યમાં ઓનલાઈન નોંધણી કરીને દર્શન કરી શકશે. ઉપરાંત નિયત કરેલી સંખ્યામાં સન્મુખ દર્શન થશે.</p> <p>તાજેતરમાં ડાકોર મંદિરમાં 500 રૂપિયા ચૂકવી વીઆઈપી દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે મુજબ 500 રૂપિયા ચૂકવી ભક્તો સન્મુખ દર્શન કરી શકે છે. આ સાથે જ મહિલાઓ માટેની જાળીમાંથી જો પુરુષોએ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચૂકવવા પડે છે. ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડાકોર વિવાદમાં થોડા દિવસ પહેલા સરપંચ એસોસિએશન ક્ષત્રિય સેના અને કરણી સેનાએ ઝંપલાવ્યું હતું. સરપંચ એસોસિએશન ક્ષત્રિય સેના અને કરણી સેના દ્વારા આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઠા...