<p><strong>Gujarat Unseasonal Rain Updates:</strong> રાજ્યમાં શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. જેનાથી ખેડૂતોની ચિંતા વધી છે.</p> <p>હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માવઠું થયું છે. ધારી અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે. ધારીના સરસીયા સહિત આસપાસના તથા જાફરાબાદના નાગેશ્રી સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ છે. ગાજવીજ સાથે વહેલી સવારથી અમરેલીના ગ્રામ્યમાં વરસાદી માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે. ધારી અને આજુબાજુના સરસીયા, ફાચરીયા, ગોવિંદપુર, ખીચા, વિસ્તારમાં સવારે 5 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, જેનાથી તુવેર, ચણા, ધાણા અને એરંડાના પાકને નુકશાન થવાની ભીતિ છે. સાવરકુંડલાના ધજડી, લુવારા, અમૃતવેલ, ઓળિયા, ખડકાળા, નાના ભમોદ્રા અને આસપાસના ગામમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. જૂનાસાવર ગામમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જોરદાર પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતાં ગામની બજારોમાં નદી માફક&nb...