Skip to main content

Gandhinagar: જીગ્નેશ મેવાણીએ જસદણની બાળાના બળાત્કારની વાત કરતા જ વિધાનસભામાં મચ્યો હોબાળો, અધ્યક્ષે ધારાસભ્યને બહાર કાઢ્યા

ગાંધીનગર: રાજ્ય વિધાનસભાના ત્રિદિવસીય સત્રનો આજે અંતિમ દિવસ હતો. અંદાજ મુજબ જ આજે વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જસદણની બાળાના બળાત્કારની વાત કરતા જ હોબાળો થયો હતો. જીગ્નેશ મેવાણી વેલમાં ઘસી આવ્યા હતા. જે બાદ હોબાળો થતા બંને પક્ષના ધારાસભ્યો, મંત્રીઓ સ્થાન પર ઊભા થઈ ગયા હતા. જસદણની બાળા પર થયેલા બળાત્કારની ચર્ચા લાઈવ કરવાની જીગ્નેશ મેવાણીએ ચેલેન્જ આપતા હોબાળો થયો હતો. જે બાદ અધ્યક્ષે અમિત ચાવડાને જીગ્નેશ મેવાણીને બેસાડવા કહ્યું હતું.  જીગ્નેશ મેવાણી તમારું નથી માનતા તેવો પ્રશ્ન અધ્યક્ષે અમિત ચાવડાને પૂછ્યો હતો. જીગ્નેશ મેવાણી ફરી જગ્યા પર ઊભા થતા ફરી હોબાળો થયો હતો.

અધ્યક્ષની જીગ્નેશ મેવાણી અંગે ટિપ્પણી

અધ્યક્ષે કહ્યું કે,  જીગ્નેશભાઈ તમે બંધારણનું અપમાન કરો છો.  જીગ્નેશભાઈ તમે કાયદાનું પાલન કરતા નથી. ત્યાર બાદ જીગ્નેશ મેવાણીને અધ્યક્ષે ગૃહમાંથી બહાર કાઢ્યા હતા. સાર્જન્ટ દ્વારા જીગ્નેશ મેવાણીને બહાર કઢાયા હતા.

શું કહ્યું જીગ્નેશ મેવાણીએ

ગૃહમાંથી બહાર આવ્યા બાદ જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, થોડા દિવસ પૂર્વે રાજકોટ ગેમ જોનમાં નિર્દોષ લોકો હોમાયા હતા. તેમના પરિવારના સભ્યોએ રજૂઆત કરી હતી. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવેની રજૂઆત કરી હતી. જસદણની દીકરી પર બળાત્કાર અંગે ચર્ચા કરવામાં આવેની માંગ કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ મંત્રી કેમ પીડિતોની વેદના સંભાળવા માંગતા નથી. આ સમગ્ર મામલે પણ ગૃહમાં ચર્ચા થવી જોઈએ અને તેનું લાઇવ ટેલિકાસ્ટ થવું જોઈએ એ માંગ હતી.

ધારાસભ્ય રમણલાલ વોરાએ કહ્યું- જિજ્ઞેશ મેવાણી ગૃહમાં અને બહાર મીડિયાનું ધ્યાન દોરવા આવી પ્રવૃત્તિ કરે છે. જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસને સ્નાન સૂતકનો સંબંધ નથી. જીગ્નેશ મેવાણી ગૃહમાં અને બહાર મીડિયાનું ધ્યાન દોરવા રાજકારણ કરે છે.

જીગ્નેશ મેવાણીએ બાબા સાહેબ આંબેડકરનું આપમાન કર્યાનો સંસદીય મંત્રીનો આરોપ. બે -બે વખત વેલમાં ઘસી આવવું યોગ્ય નથી.  બંધારણના નિયમ મુજબ જીગ્નેશ મેવાણી સામે પગલાં લેવા જોઈએ. જીગ્નેશ મેવાણી ગૃહ બહાર ઉશ્કેરણી જનક ભાષણ કરે છે તેવું વર્તન ગૃહમાં ના ચાલે.

ધારાસભ્ય જીતુ વાઘાણીએ લગાવ્યો ગંભીર આરોપ

જીગ્નેશ મેવાણી મારામારી કરવા આવ્યા હોય તેવું વર્તન કર્યું હોવાનો આરોપ વાઘાણીએ લગાવ્યો છે. આ ઘટના ક્રમમાં કોંગ્રેસની માનસિકતા છતી થાય છે. કોંગ્રેસના નેતાઓએ જીગ્નેશ મેવાણીને રોક્યા નહિં. જીગ્નેશ મેવાણીએ ગૃહના અધ્યક્ષનું અપમાન કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

અમિત ચાવડાની ગૃહમાં માગ

વિધાનસભાનું સત્ર એક દિવસ લંબાવવા અમિત ચાવડાએ માગ કરી છે. નિયમ 116 અંતર્ગત લાંભો સમય મળતો નથી. સમગ્ર દિવસ ચર્ચા કરવી હોય તો અમારી તૈયારી છે. લાઈવ ટેલિકાસ્ટ કરવા પણ અમે માગણી કરીશું.

આ પણ વાંચો...

છોટાઉદેપુરમાં કોલકાતા જેવી ઘટના બનતા રહી ગઈ, સરકારી દવાખાનામાં નર્સ સામે જ એક પુરુષે પોતાનુ પેન્ટ ઉતારી....

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...