https://ift.tt/oqjVrcZ ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની કલમ-32(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઇન વેલ્યુ(જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે. હાલમાં રાજ્યમાં આ વિભાગના મુસદ્દારૂપ જંત્રી-2024 અને માર્ગદર્શિકા-2024 માટે મંગાવવામાં આવેલા વાંધા સૂચનો રજૂ કરવાની તારીખ લંબાવીને તા. 20-01-2024 કરવામાં આવી છે. પ્રજાજનો તરફથી વધુ સૂચનો મેળવવા તારીખ લંબાવાઈ વાંધા-સુચન માટે ઓનલાઈન https://ift.tt/BIwh5e3 વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ તથા સંબંધિત નાયબ કલેકટર (સ્ટેમ્પ ડયુટી)ની કચેરી ખાતે પણ જે-તે જિલ્લા પૂરતી જાહેર જનતાના નિરીક્ષણ માટે આ વિગતો ઉપલબ્ધ રહેશે તથા મુસદ્દારૂપ જંત્રી-2024 અને માર્ગદર્શિકા-2024 અન્વયે જો વાંધા-સૂચન રજૂ કરવાના થતા હોય તો તે માટે https://ift.tt/BIwh5e3 વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન જૂની તારીખ 20-12-2024 સુધીમાં વાંધા-સૂચન રજૂ કરવાનું નિયત કરવામાં આવ્યું હતું. જેમાં સરકારને વિવિધ સંગઠનોની તથા હિત ધરાવતા અરજદારો તરફથી રાજ્યનો ખેડૂત વર્ગ તથા રાજ્યના અંતરીયાળ વિસ્તારમાં રહેતા સામાન્ય માણસ પણ પ્રસિધ્ધ થયેલ મુસદ્દારૂપ જંત્રી-2024 અંગે પોતાની રજુઆત-વાંધો ઓનલાઈન ઉપરાંત સ્થાનિક કક્ષાએ ઓફલાઈન અરજી દ્વારા રજૂ કરી શકે અને હજુ વધુ સૂચનો પ્રજાજનો તરફથી મળવાની શક્યતા છે. ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે સૂચન રજૂ કરી શકશો હાલની મુદતમાં વધારો કરવા અંગેની વિવિધ માધ્યમો દ્વારા મળેલ રજૂઆતો ધ્યાને લઈ વ્યાપક જનહિતમાં જો વાંધા-સૂચન રજૂ કરવાના થતા હોય તે માટે https://ift.tt/c9y42XR વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન ઉપરાંત સ્થાનિક કક્ષાએ સબ રજીસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, નાયબ કલેકટર સ્ટેમ્પ મુલ્યાંકન તંત્રની કચેરી તથા કલેકટર કચેરી ખાતે ઓફલાઈન આ સાથે બિડાણમાં સામેલ અરજીના નમૂનામાં વાંધા-સૂચન રજૂ કરવાના રહેશે. મુસદ્દારૂપ જંત્રી-2024 અને માર્ગદર્શિકા-2024 જો વાંધા-સુચન રજૂ કરવાના થતા હોય તો તે ઓનલાઈન અથવા ઓફલાઈન તા. 20/1/2025 સુધીમાં રજૂ કરવાના રહેશે.
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
Comments
Post a Comment