તંત્રની કડક કાર્યવાહી:આણંદમાં તોલમાપ કચેરીની ટીમે કાયદાના ભંગ બદલ 246 વેપારીઓ પાસેથી 5.70 લાખ રૂપિયાની દંડ પેટે વસૂલાત કરી
https://ift.tt/5TwLr0s આણંદ જિલ્લામાં તોલમાપ કચેરી દ્વારા વર્ષ 2024-25 દરમિયાન નવેમ્બર 2024 ના અંત સુધીમાં 24,58,615 રૂપિયા વજન-માપ સાધનોની ચકાસણી-મુદ્રાંકન ફી પેટે વસૂલાત કરવામાં આવી છે. તથા આ સમયગાળા દરમિયાન આણંદ જિલ્લાના વેપારી એકમોની આકસ્મિક મુલાકાત લઈ 246 જેટલા વેપારીઓ સામે ધી લિગલ મેટ્રોલોજી એક્ટ 2009 ના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી 5,70,100 રૂપિયા દંડ પેટે વસૂલાત કરવામાં આવી છે. આ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત વજનમાં ઓછુ આપવું, વજનમાપ સાધનો ચકાસણી-મુદ્રાંકન નહી કરાવવા, પેકીંગ ઉપર નિર્દેશનો નહી દર્શાવવા, પેકીંગ ઉપર છાપેલ કિંમત કરતા વધુ ભાવ લેવા, પેકીંગ ઉપર છાપેલ કિંમતમાં ચેક-ચાક કરવી તથા પેકીંગ આઈટમો માટે જરૂરી નોંધણી નહી કરાવવી, પેકીંગમાં સામાન વેચતા વેપારીઓ દ્વારા વજન-કાંટો નહી રાખવો તથા ઈલેક્ટ્રોનિક વજન-કાંટો રાખતા વેપારીઓ દ્વારા ગ્રાહકોને ટેસ્ટીંગ માટે જરૂરી ટેસ્ટીંગ વજન નહી રાખવાના ગુના સામે કાર્યવાહી કરવામાં આવી છે. આણંદ જિલ્લાના ગ્રાહકોને કોઈપણ પ્રકારની ગેરરિતી માલુમ પડે તો આ કચેરીના ઈ-મઈલ આઈ.ડી. aclm-and@gujarat.gov.in ઉપર અથવા કચેરીના સરનામે રૂમ નંબર 15, જિલ્લા સેવાસદન, બોરસદ ચોકડી, આણંદ ખાતે સંપર્ક કરવા મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીએ અપીલ કરી છે.
Comments
Post a Comment