કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ:બાગાયત ખાતાની યોજનાઓ માટે i-Khedut પોર્ટલ આજથી ખૂલ્લું મૂકાશે

https://ift.tt/qwAHBhE સાબરકાંઠા જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં સામાન્ય જાતિના ખેડૂતોને વર્ષ :2025-26માં બાગાયત ખાતાની નવીન યોજના “કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ” અંતર્ગત મિનિ ટ્રેક્ટર(20 PTO HP સુધીમાં), રોટાવેટર (મિનિ), કલ્ટીવેટર (મિનિ), પાણીનું ટેન્કર (મિનિ) તથા ટ્રેલર (મિનિ)માં સહાય લેવા માટે I-khedut Portal તા. 18 જૂન એટલે કે આજથી તા.2 જુલાઇ સુધી ખૂલ્લુ મૂકવામાં આવનાર છે. બાગાયત ખાતાની આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ I-khedut Portal web site: www.ikhedut.gujarat. gov.inમાં અરજી કરવાની રહેશે. આઇ-ખેડૂત પોર્ટલ 2.0 પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે.
Comments
Post a Comment