RTOનો ટેસ્ટ ટ્રેક માથાનો દુખાવો બન્યો!:જીસ્વાનના ધાંધિયા બાદ વીજપુરવઠો ખોરવાતાં 250થી વધુ એપોઇન્ટમેન્ટ રિશિડ્યૂલ; મુંબઈથી આવેલા અરજદારને ચોથો ધક્કો થયો
https://ift.tt/KCPFa6E વડોદરા પ્રાદેશિક વાહન-વ્યવહાર કચેરી ખાતે નવા AI ટ્રેકની કામગીરી શરૂ થતા મેઈન ઓફિસથી ટેસ્ટ ટ્રેક ઓફિસ તરફ જતું મુખ્ય વીજ કેબલ કટ થતા આજે (30 જૂન) 250થી વધુ અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે નથી. છેલ્લા એક મહિનામાં 10 દિવસથી વધુ ટ્રેક જીસ્વાન કનેક્ટિવિટી ખોરવાતા ટેસ્ટ ટ્રેક બંધ રહ્યો હતો, જેના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બે દિવસની રજા બાદ ફરી ટેસ્ટ ટ્રેક બંધ રહેતા આજે પણ અરજદારોને ધરમનો ધક્કો ખાવાનો વારો આવ્યો છે. આજે મારે આ ચોથો ધક્કો થયોઃ દિપક શર્મા આ અંગે મુંબઈથી આવેલા અરજદાર અને વડોદરાના વતની દિપક શર્માએ જણાવ્યું હતું કે, આજે મારે આ ચોથો ધક્કો થયો છે. હું બે મહિના અગાઉ આવ્યો હતો, ત્યારે પણ સર્વર ઈશ્યૂમાં મારી અપોઇમેન્ટ રિશિડ્યુઅલ કરવામાં આવી હતી. હું મુંબઈ નોકરી કરું છું તો મારે ફરી બોમ્બે જવું પડ્યું હતું. પછી બે મહિના બાદ અપોઇમેન્ટ લીધી અને આજે ફરી કઈ કામ ચાલુ છે. ‘હું બાઇક ચલાવી શકતો નથી’ વધુમાં કહ્યું કે, મુંબઈમાં મારે લાઇસન્સ વગર મુશ્કેલી પડે છે. હું બાઇક ચલાવી શકતો નથી. મારે આજે ફરી અહીં ધક્કો ખાવો પડ્યો છે. મુંબઈથી આવવું અને મારા માટે મોટો ડ્રોબેક છે. આના કારણે ડોક્યુમેન્ટનાં પણ પ્રોબ્લેમ થાય છે. આ કઈ રીતે પ્રોબ્લેમ સોલ્વ થશે તે ખબર નથી પડતી. મારે તો લાઇસન્સ જોઈએ છે તો સમય લઈ પરત આવવું જ પડશે. અવારનવાર આ રીતે લોચા થાય છેઃ આકાશ અન્ય અરજદાર આકાશ મકવાણાએ જણાવ્યું હતું કે, હું 20 કિલોમીટર દૂર વાસણા ભાયલીથી અહીંયા આવ્યો છું. પહેલા આવ્યો હતો તો સર્વર બંધ હતું. આજે ફરી અહીંયા કામ ચાલુ છે. અમારે આજે ધક્કો પડ્યો છે, અવારનવાર આ રીતે લોચા થાય છે. અગાઉ પ્રોબ્લેમ હતો તે આખા ગુજરાતમાં હતોઃ અધિકારી આ અંગે આરટીઓ અધિકારી ડી. એસ. પટેલે જણાવ્યું હતું કે, જે છેલ્લા અઠવાડિયામાં પ્રોબ્લેમ હતો તે આખા ગુજરાતમાં હતો. તેમાં જીસ્વાન કનેક્ટિવિટીના કારણે પ્રોબ્લેમ હતો. અત્યારે હાલમાં નવો ટ્રેક બનવા જઈ રહ્યો છે, જેના કારણે ઓફિસમાં કામગીરી થઈ છે. જેના કારણે કેમેરા માટેના ફાઉન્ડેશન જે બનાવવાના હોય છે તેના કારણે આ મેઈન પાવર કેબલ કટ થતા આજે કામગીરી બંધ છે. આ બાબતે ગત રોજ એપોઈમેન્ટ રિશિડ્યુલ કરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં અથવા તો આવતી કાલ સવાર સુધીમાં ટ્રેક શરૂ થતા જ અરજદારોને મેસેજ કરી દેવામાં આવશે. સુરત આરટીઓ ખાતે ગત અઠવાડિયા દરમિયાન સર્વર એકદમ જ બંધ હતું. જ્યારે આજથી પણ સર્વરના ધાંધિયા છે. રોજ સુરત આરટીઓ ખાતે ટુ-વ્હીલરની અઢીસો અને ફોર-વ્હીલની 150 જેટલી એપોઇન્ટમેન્ટ આવતી હોય છે. છેલ્લા દસ દિવસથી આ સર્વર બંધ હોવાના કારણે 4,000 જેટલા અરજદારોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ તમામ અરજદારો રોજ લાઈનમાં આવીને ઊભા રહે છે અને સર્વર બંધ હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. (વાંચો વિગતવાર) RTO ડ્રાઇવિંગ ટેસ્ટની હાલાકીથી અરજદારો ત્રાહિમામ:10 દિવસથી સર્વરના ધાંધિયા; વિદ્યાર્થી, ગૃહિણી, બિઝનેસમેન કલાકો રાહ જોઈને થાક્યા, રોજના 400થી વધુ અરજદારો હેરાન https://ift.tt/vU3zXcx
Comments
Post a Comment