Skip to main content
Gujarat Rain Forecast: ગુજરાતમાં 25 ઓગસ્ટથી આ જિલ્લામાં અતિભારે વરસાદનું આગાહી, જાણો આજે ક્યાં વરસશે
Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસ્યો, હવામાન વિભાગની આગાહી મુજબ ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં સારો વરસાદ વરસશે. ગુજરાતમાં હવે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવે વરસાદનું પ્રમાણ ઘટતું જોવા મળશે. જો કે હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી  મુજબ હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, મહેસાણામાં વધુ વરસાદનું અનુમાન છે. કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ મધ્યમ વરસાદનું અનુમાન છે. 22 ઓગસ્ટથી હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં  વરસાદનું પ્રમાણ વધી શકે છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરંબદર, રાજકોટ,મોરબીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ,દાહોદમાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા છે.
સિસ્ટમ હતી તે કચ્છથી પરથી પસાર થઇને હવે અરબ સમુદ્ર પર છે જેની ગુજરાત પર અસર થશે, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હવે અતિભારે વરસાદની શકયતા ઓછી છે. પરંતુ 25 ઓગસ્ટ બાદ ફરી એકવાર અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે. ટૂંકમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ગુજરાત રિજન સહિત સૌરાષ્ટ્રમાં ફરી એકવાર 25 ઓગસ્ટથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે.
હવામાન વિભાગે આજે  આજે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે અહીં આજે  અતિભારે વરસાદની સંભાવના  છે.રાજ્યમાં આજે 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે..હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાશે...દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડ સહિત 10 તાલુકામાં ભારે વરસાદની સંભાવના છે..બીજી તરફ પંચમહાલ અને દાહોદને બાદ કરતા 20 જિલ્લામાં અઢીથી ચાર ઈંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે..
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...