
<p>સાત દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.. મોનસૂન ટ્રફની સાથે બે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે..હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તોફાની મોજા ઉછળી શકે છે. પવન અને ગાજવીજની સાથે વરસાદની આગાહીને પગલે માછીમારોને હાલ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગાંધીનગર,અમદાવાદની સાથે મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે..<br /> </p>
Comments
Post a Comment