Skip to main content
Gujarat Rain Live Updates: ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ, સોમનાથ-વેરાવળ નેશનલ હાઈવે પર ફરી વળ્યા પાણી
Gujarat Rain Live Updates:  સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ ખાબકી રહ્યો છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. તાલાલામાં 3 ઈંચ, ગીર ગઢડામાં 2 ઈંચ, સુત્રાપાડામાં 2 ઈંચ, કોડીનારમાં 1.5 ઈંચ, ઉનામાં 1.5 ઈંચ, વેરાવળમાં પણ 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ગીર સોમનાથના તાલાલામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તાલાલાના આંબળાસ ગામે વરસાદના પાણી ફરી વળ્યા હતા. ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. આંબળાસ ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.  જૂનાગઢનો ભાખરવડા ડેમ ઓવરફ્લો થયો હતો. માળિયા હાટીના તાલુકાનો ભાખરવડા ડેમ ઓવરફ્લો થયો હતો. વડાળા, આંબેચા, ઉંઘતી, ઝડકા, ધણેજ ગામને એલર્ટ કરાયા હતા. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ હતી.
જૂનાગઢના કેશોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અજાબ, અગતરાય, માણેકવાડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના મેંદરડામાં મધુવંતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મધુવંતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ચિરોડા, ચોરેશ્વર, સાત વડલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ભાવનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. મહુવા તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થયો છે. હવમાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામા વરસાદી સિસ્ટમ સક્રિય થતાં શહેરના તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન જોવા મળ્યા હતા. રાજુલા, જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદના રોહિસા, વડલી, ભાડા, ટીંબી ગામમાં વરસાદ વરસી રહ્યો છે. ટીંબી ગામમાં ધોધમાર વરસાદથી રૂપેણ નદીમાં પૂર આવ્યું હતું. રાજુલાના ડુંગર, માંડળ, ડુંગરપરડા, બાલાપરમાં વરસાદ વરસી રહ્યો છે.
ગીર સોમનાથના તાલાલામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તાલાલાના આંબળાસ ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. જૂનાગઢમાં ધોધમાર વરસાદથી જળાશયોમાં પાણીની આવક થઈ છે. ઓઝત-2, ઓઝત શાપુર, ઓઝત વંથલી ડેમ ઓવરફ્લો થયો હતો. ઓઝત શાપૂરના 10 દરવાજા 0.20 મીટર ખોલાયા હતા. ઓઝત વિયર આણંદપૂર ડેમ પણ ઓવરફ્લો થયો હતો.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...